હલ્દિયામાં ઈન્ડિયન ઓઈલના કેમ્પસમાં લાગી ભીષણ આગ: ૩ લોકોના મોત

કોલકતા, પશ્ચિમ બંગાળના હલ્દિયા સ્થિત ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન કેમ્પસમાં ભીષણ આગ ફાટી નીકળી છે. આ દર્દનાક અકસ્માતમાં ૩ લોકોના મોત થયા છે, જ્યારે ૩૫ જેટલા લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. આગને કાબૂમાં લેવા માટે અનેક ફાયર ટેન્ડર ઘટનાસ્થળે હાજર છે. આગ હજુ કાબુમાં આવી શકી નથી.
હલ્દિયામાં ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશનના પ્લાન્ટમાં લાગેલી આગમાં ઈજાગ્રસ્તોને ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશનની હોસ્પિટલ અને કોલકાતા પોર્ટ ટ્રસ્ટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર આજે ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશનની અંદર એક મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. મોકડ્રીલ બાદ એક પ્લાન્ટમાં શટડાઉનનું કામ ચાલી રહ્યું હતું અને પછી ડ્રિલિંગ દરમિયાન વિસ્ફોટ થતાં આગ લાગી હતી.આઇઓસીની અંદર ૧૦ ફાયર એન્જિનની મદદથી આગને કાબૂમાં લેવામાં આવી છે.HS