હળવદના એક દર્દી કોરોના મુકત થતા રહેણાક ધાંચીવાડ વિસ્તાર કંન્ટેન્ટમેન્ટ મુકત થયો
(જીજ્ઞેશ રાવલ દ્રારા) હળવદ હળવદના ધાંચીવાડ વિસ્તારમા રહેતા સરકારી દવાખાનાના નિવૃત ડ્રાઈવર મહમંદ હુશેન સુમરા ગત ૯ જુનના રોજ કોરોનાથી સંક્રમિત થતા સુરેન્દ્રનગર ગાંધી હોસ્પીટલ ખાતે દશ દીવસની સારવાર બાદ કોરોના મુકત થઈ,૧૯ જુનના રોજ દવાખાનામાથી રજા લઈ,સૂરેન્દ્રનગર તેમના ભાઈના ઘેર છેલ્લા ચાર દિવસ થયા રોકાયા હતા.જે આજ હળવદ ખાતેના તેમના સ્વગૃહે સ્વસ્થ હાલત પરત ફરેલ છે.જયારે,દર્દી સંપુર્ણ સ્વસ્થ હોય તેમના રહેણાક વિસ્તાર ઘાંચીવાડને ૧૪ દિવસ બાદ કંન્ટેન્ટમેટ ઝોનમાથી મુકતી આપવામા આવેલ છે.