હળવદના ઘણાદમા કૌટુંમ્બીક મામાની દિકરી સાથેના પ્રેમ સંબધનો કરૂણ અંજામ
રાત્રે વાડી એ સુતેલા યુવકની યુવતીના ભાઈ એ કરી કરપીણ હત્યા
(જીજ્ઞેશ રાવલ )હળવદ,હળવદ તાલુકાના ધણાદ ગામના ૨૪ વર્ષીય આશાસ્પદ યુવક રાજુભાઈ નાગરભાઈ કોળીની ઘણાદ-રણમલપુર રોડ પર આવેલ પોતાની વાડીમા ગત શનિવારે રાત્રીના સમયમા સુતેલી હાલતમા જ કરપીણ હત્યા થયાના સમાચાર વાયુવેગે પ્રસરી જતા, હળવદ પંથકમા હાહાકાર સાથે હત્યા અંગે વિવિધ અટકળો પણ વહેતી થયેલ,જે હત્યા કૌટુંબિક મામાની દિકરી સાથે પ્રેમ સંબંધ હોય તેના પરીવારજનો દ્રારા આ હત્યા થયા હોવાની આશંકા મૃતકના સગા ભાઈ એ દર્શાવતા,આ કરપીણ હત્યાનો ભેદ ખુલવા પામ્યો હતો.
આ હત્યા અંગેની પ્રાપ્ય વિગતો અનુસાર હળવદ તાલુકાના ધણાદ ગામે રેહતા રાજુભાઈ નાગરભાઈ કોળી ઘણાદ-રણમલપુર રોડ પર આવેલ પોતાની વાડી-પાકના રક્ષણ હેતુ શનિવાર રાત્રીના સમયે વાડી એ સુવા ગયેલ હતા.જયારે,રવિવારે મોડી સવાર સુધી તેઓ ઘેર પરત ન આવતા પરીવારજનો દ્રારા વાડી એ તપાસ કરતા,વાડીના ખાટલામા લોહી નિતરતા હાલતમા તેમનો મૃતદેહ મળી આવતા તેમના પરીવારજનો આઘાતમા ગરક થઈ ગયેલ હતા.આ દુઃખદ હત્યાની જાણ હળવદ પોલીસને થતા,પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયેલ હતો.
પ્રથમ દ્રષ્ટી એ નિંદ્રાધીન હાલતમા માથાના ભાગે કોઈ તીક્ષ્ણ હથીયાર દ્રારા થયેલ કરપીણ હત્યાના મૃતકના શબને પી.એમ અર્થે સરકારી દવાખાને ખસેડવામા આવેલ હતુ.મૃતકના જ ભાઈ સુનિલ નાગરભાઈ કોળી એ પોલીસ સમક્ષ પોતાના ભાઈની હત્યા પોતાના કૌટુંમ્બીક મામાના દિકરા દ્રારા અન્યોને સાથે લઈ કરાયા હોવાની આશંકા વ્યકત કરેલ હતી.જે અંગે કારણ આપતા જણાવેલ કે મૃતકને હળવદ તાલુકાના જ કવાડિયા ગામે રહેતા કૌટુમ્બીક મામા ભરતભાઈ કોળીની દિકરી સાથે પ્રેમ સંબંધ હોય તે લોકો દ્રારા જ આ હત્યા થઈ હોવાનુ દ્રઢતા પુર્વક જણાવતા પોલીસ એ તેને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.
જયારે,બીજી બાજુ એક તબકકે તો મૃતકના પરીવારજનો એ આરોપી હિરાભાઈ ઉર્ફે ભાનુભાઈ ભરતભાઈ કોળી જયા સુધી પકડી પાડવામા ન આવે,ત્યા સુધી મૃતકનુ શબ નહી સ્વીકારવાની સ્પષ્ટ ના કહી દેતા વાતાવરણ તંગ બની ગયુ હતુ.જેના પગલે ગણતરીની કલાકોમા જ આરોપીને ઝડપી પાડી,વધુ તપાસ હળવદ પોલીસ ચલાવી રહી છે