હળવદના ચરાડવામા ચાલુ રિક્ષા એ મોબાઈલ વિસ્ફોટ થતા ટ્રક સાથે ગંભીર અકસ્માત સર્જાયો
(જીજ્ઞેશ રાવલ દ્ર્રારા) હળવદ, હળવદ તાલુકાના ચરાડવા ગામે એક સી.એન.જી રીક્ષા ચાલકનો મોબાઈલ ચાલુ રીક્ષા દરમ્યાન વિસ્ફોટ થતા,ચાલક એ કાબુ ગુમાવી દેતા અને પાછળથી આવતી ટ્રક અથડાતા ગંભીર અકસ્માત થતા ચાલકને ઝમ્મી હાલતમા મોરબી ખાતે સારવાર અર્થે ખસેડાયો હતો
સમગ્ર ઘટનાની પ્રાપ્ત વિગતો અનુસાર હળવદ તાલુકાના ચરાડવા ખાતે આવેલ કે.ટી.મિલમા રહેતા પ્રકાશ દેવદાસભાઈ બાવાજી નામનો સી.એન.જી રીક્ષા ચાલક યુવાન,ચરાડવા-મોરબી રોડ પર આવેલા પોતાના નિવાસ સ્થાન તરફ રીક્ષા હંકારી જઈ રહયો હતો,તે દરમ્યાન ચાલુ રીક્ષા એ તેના મોબાઈલમા અચાનક વિસ્ફોટ થતા રીક્ષા પર પોતાનો કાબુ ગુમાવી બેઠો હતો,તે દરમ્યાન પાછળથી આવતી એક ટ્રક દ્રારા ઠોકરથી ગંભીર અકસ્માત સર્જાયા હતો.
જેમા રીક્ષાને સારી એવી માત્રામા નુકશાન સાથે ઝખ્મી હાલતમા યુવાનને સારવાર અર્થે મોરબી ખસેડવામા આવેલ હતો.દરમ્યાન,ઘટનાની જાણ ચરાડવા પોલીસને થતા ઘટના સ્થળે દોડી ગઈ હતી અને ટ્રક ચાલક-કલિનરને ઝડપી પાડયો હતો.સમગ્ર ઘટનાની વધુ તપાસ હળવદ પોલીસ ચલાવી રહી છે