હળવદના છ વેપારી યુવાનોએ શ્રમજીવીઓને ખાધ પદાર્થોનુ વિતરણ કર્યુ
(જીજ્ઞેશ રાવલ દ્રારા) હળવદ, કોરોના ભયના કારણે ચાલી રહેલ લોક ડાઉનની પરિસ્થિતીમા જનજીવન થંભી ગયુ છે.જેની સહૂથી ઘેરી અસર રોજનુ કમાઈ,રોજ ખાનારા શ્રમજીવીઓના પરીવારો પર પડી છે. ત્યારે,હળવદના સરા રોડ પર વેપાર કરતા વેપારી યુવાનો એવા રાજુભાઈ ઠક્કર(ભવાની મોબાઈલ),અમીન દાદવાણી(અમીન ટ્રેડર્સ),જયદીપ પટેલ(ક્રીશ્ર્ના સોપારી),આનંદ પટેલ(પટેલ પ્લાસટીક) તેમજ ગુરૂકૃપા પાનવાળા હીતેશ પટેલ એ સાથે મળી હળવદમાથી આવા શ્રમજીવી પરીવારોને શોધી મદદ કરવા નક્કી કરી,
શાકભાજી તેમજ લોટ સહિતના ખાધ પદાર્થોની ૧૨૬ કીટો તૈયાર કરી પોતાની ઈકો ગાડીમા ભરી,બુધવારના રોજ હળવદના વિનોબા ગ્રાઉન્ડ,ધ્રાંગધા રોડ ત્રણ રસ્તા,રાતકડી રોડથી રાણેકપર રોડ સુધી આવેલ કેનાલ પરના તેમજ હાઈવે પર ઝુપડામા રેહતા શ્રમજીવીઓના ધેર જઈને આ કીટનુ વિતરણ કરવામા આવ્યુ હતુ.આ વાતની શહેરમા જાણ થતા નગરજનો એ યૂવાનોના આ કાર્યની મુકત મને પ્રશંસા કરી, તેમના સેવા ભાવને બિરદાવ્યો હતો.