હળવદના તક્ષશિલા વિધાલય દ્રારા ધો. ૧ થી ૧૨ના વિદ્યાર્થીઓની ઓન લાઈન એકમ કસોટી લેવાઈ
(જીજ્ઞેશ રાવલ દ્રારા) હળવદ, હાલમા કોરોનાને કારણે સામાજીક અંતર જાળવવુ મહત્વનુ બન્યુ છે.ત્યારે, રાજ્ય સરકારે ઓફલાઈન એકમ કસોટી લેવાનો આદેશ કરેલ છે. ત્યારે,હળવદની તક્ષશિલા વિદ્યાલય દ્વારા પ્રત્યેક યુનિટની બહુવિકલ્પિક ઓનલાઈન ટેસ્ટ લેવાનો નવતર પ્રયોગ હાથ ધરાયો છે. આ ટેસ્ટ પુર્ણરૂપે MCQ આધારિત છે, જેમા વિદ્યાર્થીઓએ ABCDમાથી સાચો વિકલ્પ પસંદ કરવાનો હોય છે. શાળા દ્વારા ધોરણ -૧ થી ૧૨ના તમામ વિષયોની તમામ પાઠ મળીને કુલ એક લાખ એક હજાર એક સો અગિયાર પ્રશ્નોની પ્રશ્ન બેંક પણ બનાવવામા આવી છે. પ્રત્યેક વિષયના પ્રત્યેક પાઠમાથી પ્રશ્નો કાઢી દર શનિવારે અને બુધવારે વિદ્યાર્થીઓને લિંક મોકલવામા આવે છે અને વિદ્યાર્થીઓ ઓનલાઈન એકમ કસોટી આપે એટલે તુરંત તેમને કેટલા ગુણ મળ્યા તે પણ જાણી શકાય છે. દર અઠવાડિયે તક્ષશિલા વિદ્યાલયના આશરે ૧૨૦૦ જેટલા વિદ્યાર્થીઓ આ ઓનલાઈન એકમ કસોટી આપે છે,તેમ શાળાના એમ.ડી મહેશ પટેલે જણાવેલ છે
(તસ્વીર-અહેવાલઃજીજ્ઞેશ રાવલ,હળવદ)