હળવદના પ્રથમ કોરોના સંક્રમીત નિવૃત એમ્બયુલન્સ ડ્રાઈવર મહંમદ હુસેન સુમરા એ કોરોનાને આપી મ્હાત
(જીજ્ઞેશ રાવલ દ્રારા) હળવદ: ગત ૯ જુનના રોજ હળવદના સરકારી દવાખાનાના નિવૃત એમ્બયુલન્સ ડ્રાઈવર મહંમદ હુસેન અબ્દુલ લતીફ સુમરા ઉ.૬૦નો કોરોના રીપોર્ટ પોઝેટીવ આવતા,સુરેન્દ્રનગર ગાંધી હોસ્પીટલ ખાતે સારવાર લઈ રહયા હતા.ત્યારે,તેઓ એ દશ દીવસની સારવાર બાદ સંપુર્ણ પણે સ્વસ્થ થઈને કોરોનાને મ્હાત આપેલ છે.ત્યારે,હોસ્પીટલ તંત્ર દ્રારા તેમને ડીસ્ચાર્જ કરતા,હાલ તેઓ સુરેન્દ્રનગર ખાતે થોડા દિવસ માટે પોતાના બંધુને ઘેર સેલ્ફ કવોરોન્ટાઈન થયેલ છે. જયારે,સારવાર દરમ્યાન હોસ્પીટલના ડોકટર્સ,નર્સ સહીતના તમામ સ્ટાફ દ્રારા દર્દીઓને વિશેષ કાળજી લઈ સારવાર કરાતી હોવાનુ જણાવી, સહુનો આભાર પ્રકટ કર્યો હતો
જયારે,ગઈકાલે હળવદના સોનીવાડ વિસ્તારમા રહેતા સોની દંપતીનો કોરોના રીપોર્ટ પોઝેટીવ આવતા,સંક્રમીત સંખ્યા ત્રણની થઈ હતી.ત્યારે,આજરોજ પ્રથમ સંક્રમીત મહમંદ હુસેન સુમરા કોરોના મુકત થતા,હળવદના એકટીવ કોરોના સંક્રમીત કેસની સંખ્યા બે રહી છે.