હળવદના મહર્ષિ ગુરૂકુળની કૃષિ સુતરીયા ધો.૧૨ સાયન્સમા ૯૯.૯૯ PR સાથે રાજયમા પ્રથમ નંબરે ઉત્તીર્ણ થઈ
ગુજકેટમા ૧૨૦માથી ૧૧૫ માર્કસ મેળવનાર કૃષિ વૈજ્ઞાનિક બનવા મકકમતા ધરાવે છે.
(જીજ્ઞેશ રાવલ)હળવદ,ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્રારા જાહેર થયેલ ધો.૧૨ સાયન્સ પરીણામોમા હળવદ સ્થીત મહર્ષિ ગુરૂકુળની વિધાર્થીની કુ.કૃષિ કલ્પેશભાઈ સુતરીયા ૯૯.૯૯ PR સાથે ગુજરાત રાજયમા પ્રથમ નંબરે ઉત્તીર્ણ થયેલ છે,સાથોસાથ આજરોજ જાહેર થયેલ ગુજકેટના પરિણામમા પણ કૃર્ષિ એ ૧૨૦ માર્કસમાથી ૧૧૫ માર્કસ મેળવતા પરીવારજનો અને મહર્ષિ ગુરૂકુલ ખાતે બેવડી ખુશીમા ઉત્સવનો માહોલ છવાઈ ગયેલ હતો.
જયારે,મહર્ષિ ગુરૂકુલના અન્ય બે વિધ્યાર્થીઓ રૂષભ ડાંગર તેમજ અંશ એરવાડીયા મળીને ૩ વિધ્યાર્થીઓ A1 ગ્રેડ મેળવી ગુરૂકુળનુ નામ રોશન કરેલ છે.ત્યારે,ગુરૂકુળના અન્ય ૪૯ વિધ્યાર્થીઓએ ૯૦%થી વધારે PR મેળવ્યા હોવાનુ સંસ્થાના સંચાલકો એ જણાવ્યુ હતુ.શૈક્ષણીક માહોલમા રહેતી કુ. કૃષિ સુતરીયાના પિતા કલ્પેશભાઈ સુતરીયા આજ ગુરૂકુળના વિજ્ઞાન પ્રવાહ વિભાગના હેડ છે.જયારે.માતા અલ્પાબેન એક ગૃહિણી છે.જેઓને એક અન્ય સંતાનમા દશમા ધોરણમા ભણતો પુત્ર પણ છે.
કુ.કૃષિ વાતચિત દરમ્યાન એક સારા વૈજ્ઞાનિક બની દેશ સેવા કરવાની ઈચ્છા સાથે મકકમતા દર્શાવી હતી.જયારે,૯૯.૮૬ PR સાથે ઉત્તીર્ણ થયેલ અંશ ભાણજીભાઈ એરવાડીયા એ કાર્ડિયાક બનવાની મકકમતા દર્શાવી હતી.જયારે,દરેક વિધ્યાર્થીઓ તેમની સફળતા બદલ પોતાના માતા-પિતા અને ખાસ કરીને શાળા સંચાલકો અને શૈક્ષણીક સ્ટાફને આભાર માન્યો હતો.આ તકે ગુરૂકુલના એમ.ડી રજનીભાઈ સંઘાણી એ તમામ વિધ્યાર્થીઓને મ્હોં મિઠ્ઠા કરાવી ફુલહારથી ખુશાલી વ્યકત કરી હતી.