હળવદના વાણીયાવાડમાં મોડી રાત્રે રૂમનો સ્લેબ તુટયો
(પ્રતિનિધિ) હળવદ, હળવદના વાણીયા વાડ વિસ્તારમા રહેતા એક મોઢ વણીક પરીવારના રહેણાક ઘરના એક રૂમનો સ્લેબ ગત મોડી રાતે તુટી પડયો હતો,જો’કે સદભાગ્યે તે રૂમથી આગલા રૂમમા જ છ માસના બાળક સહીત પરીવારના કુલ છ સભ્યોનો આબાદ બચાવ થયેલ છે
ઘટના સ્થળની રૂબરૂ મુલાકાત લેતા જુનવાણી લાકડા અને સીમેન્ટનો સ્લેબ ધરાવતા આ બે માળના જુનવાણી મકાનના નીચેના રૂમનો સ્લેબ સંપૂર્ણ ધરાશયી થયેલ જણાયો હતો.જયારે,ઉપરના રૂમમા આવેલુ બાથરૂમ પડવાના વાંકે ટીંગાતુ જણાયુ હતુ.દરમ્યાન પરીવારના મોભી અને મકાન માલીક રશ્મીનભાઈ ગાંધી એ જણાવ્યુ હતુ કે,ગત મોડી રાતે આશરે એક વાગ્યાના સુમારે અમો પરીવારના છ સભ્યો સૂતા હતા
એ દરમ્યાન આગલા રૂમનો સ્લેબ ધડાકાભેર તુટી પડતા અમે સર્વે જાગી ગયેલ,તુટેલા સ્લેબને લીધ બહાર નીકળવાનુ બારણુ પેક થઈ જતા,સીડી મુકી ઉપરની બાજુએથી સમગ્ર પરીવાર બહાર નિકળી,તેમના અન્ય ઘરમા આશ્રય લીધો હતો. જયારે,ગત મોડી રાતે આ ઘટનાના સમય ગાળામા જ જાગતા અન્ય શેહરીજનો એ ભુકંપના હળવા કંપનને અનુભવ્યાનુ પણ ચર્ચાય રહ્યૂ છે.*