હળવદના વેગડવાવમા યુવાનને જીવતો સળગાવાના કેસમા ત્રણ આરોપી ઝડપાયા
(જીજ્ઞેશ રાવલ દ્રારા) હળવદ: હળવદ તાલુકાના વેગડવાવ ગામે બાવીસ વર્ષીય કોળી યુવાનને તેના જ કૌટુંબીક સગા એવા ત્રણ સગા ભાઈઓ એ સાથે મળી,કોઈ જવલનશીલ પદાર્થ છાંટીને જીવતો સળગાવી દેતા યુવાનનુૃ સારવાર દરમ્યાન મૃત્યુ થતા,હળવદ પંથકમા અરેરાટી વ્યાપી ગયેલ છે.
આ કરૂણાંતિકાની પ્રાપ્ત વિગતો મુજબ હળવદ તાલુકાના વેગડવાવ ગામે રહેતા બાવીસ વર્ષીય મૃતક યુવાન વિક્રમ હરેશભાઈ પીપળીયા પોતાના ગામમા આવેલ હનુમાનજીના મંદીરમા આવેલ રૂમમા સુતો હતો.
તે દરમ્યાન સળગી-દાઝેલી હાલતમા પરીવારજનો મળી આવતા યુવાનને હળવદ પ્રાથમિક સારવાર આપ્યા બાદ,વધુ સારવાર અર્થે મોરબી તેમજ રાજકોટ ખાતે ખસેડવામા આવેલ હતો.જયા સારવાર દરમ્યાન યુવાનનુ મૃત્યુ થયેલ છે.
જયારે,મૃતકના પિતા હરેશભાઈ વિઠ્ઠલભાઈ પીપળીયા દ્રારા તેમના જ કૌટુંબીક સગા એવા સગા ત્રણ ભાઈઓ મહાદેવ કાનજીભાઈ પીપળીયા,સુરેશ કાનજીભાઈ પીપળીયા તેમજ દીનેશ કાનજીભાઈ પીપળીયા વિરૂધ્ધ પોતાના દિકરાને જુના મન દુઃખના કારણે જીવતો સળગાવી નાખ્યા હોવાની ફરીયાદ હળવદ પોલીસમા નોંધાવતા,હળવદ પોલીસ દ્રારા ઉપરોકત ત્રણેય આરોપીને વેગડવાવના વાડી વિસ્તારમાથી પકડી પાડી હત્યાના કારણ અને બનાવ અંગે આરોપીઓની પુછપરછ હાથ ધરેલ છે,,આ સમગ્ર કેસની તપાસ ડી.વાય.એસ.પી રાધિકા ભારાઈના માર્ગદર્શન હેઠળ પી.આઈ દેકાવાડીયા ચલાવી રહયા છે (તસ્વીર-અહેવાલ:જીજ્ઞેશ રાવલ, હળવદ)