દેવીપુરના પ્રેમી યુગલે ટ્રેન નીચે પડી આત્મહત્યા કરતા ચકચાર
*(જીજ્ઞેશ રાવલ દવારા)હળવદ,* હળવદ તાલુકાના સુખપર ગામની નજીક આવેલ રેલ્વે ટ્રેક પર,તાલુકા દેવીપુર ગામના પ્રેમી યુગલ ટ્રેનમા પડતુ મુકીને આત્મહત્યા કરતા નાનકડા એવા દેવીપુર ગામમા કાળો કલ્પાત વ્યાપી ગયેલ છે.
પ્રાપ્ત માહીતી અનુસાર તાલુકાના સુખસર ગામ નજીક આવેલ રેલ્વે ટ્રેકના ફાટક પાસે દેવીપુર ગામે રહેતા સહદેવભાઈ જસમતભાઈ અઘારા
તેમજ તે જ ગામના કાજલબેન છગનભાઈ વિઠ્ઠલાપરા બન્ને વચ્ચે પ્રણય સંબંધ થતા,સમાજ બેઉને એક નહી થવા દે તેવા ડરના કારણે ટ્રેન નીચે પડતુ મુકી મોતને વ્હાલુ કર્યું હતુ. બનાવવાનુ જાણ આજુબાજુના લોકો તેમજ ગામ લોકોને થતા સગા સંબંધીઓ તેમજ ખેત મજૂરો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા ત્યારબાદ રેલ્વે પોલીસને જાણ થતા પોલીસ ઘટનાસ્થળે દોડી વધુ તપાસ હાથ ધરી હતી