હળવદની ચાણક્ય એકેડમી દ્વારા સમગ્ર ગુજરાતના વિદ્યાર્થીઓ માટે નિ: શુલ્ક ‘ ઈ- ક્લાસ ‘ પ્રોજેકટ લોંચ કરાયો
(જીજ્ઞેશ રાવલ દવારા)હળવદ,: કોરોનાની બીજી લહેર વધુ ઘાતક અને બાળકોમા પણ સંક્રમણ ફેલાતુ હોવાના કારણે સમગ્ર ગુજરાતની શાળાઓ બંધ છે. ત્યારે,સરકારે ધોરણ -૧ થી ૯ અને ૧૧મા માસ પ્રમોશન આપી દીધું છે.પરંતુ, નવા ધોરણોનુ વિષયવસ્તુ ભણાવવાનુ હજુ મોટાભાગની શાળાઓમા શરુ થયુ નથી. ત્યારે,હળવદની ચાણક્ય એકેડમી દ્વારા ડાઉનલોડેડ ફ્રી વિડિયો, ઓનલાઈન એજ્યુકેશન,અઠવાડિયે યુનિટ ટેસ્ટ અને દર રવિવારે G. Kની ટેસ્ટ આમ ચારેય પ્રોજેક્ટ નિ:શુલ્ક પણે લોંચ કર્યા છે,
જેમને ઈન્ટરનેટ કનેકશન કે સ્માર્ટ ફોન નથી તેવા વિદ્યાર્થીઓ માટે ધોરણ – ૧ થી ૧૨ના તમામ વિષયના ત્રણ માસના એનિમેશનના ડાઉનલોડ કરેલા વિડિયો પેનડ્રાઈવમા નિ:શુલ્ક આપવામા આવશે.બીજો પ્રોજેક્ટ છે,ઓનલાઈન એજ્યુકેશન’ જેમા વિદ્યાર્થીઓ ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી, એકાઉન્ટ, સ્ટેટ, મનોવિજ્ઞાન, કેમેસ્ટ્રી, ફિઝીક્સ, બાયોલોજી વિષયના જે તે ધોરણના ઓનલાઈન ક્લાસ ત્રણ મહિના સુધી ફ્રી ઓફમા’ઝુમ ‘ એપ દ્વારા ભણી શકશે. પ્રોજેકટ -૩ ‘ રેમેડિસીવીયર’ અંતર્ગત પાઠ પુરો થાય એટલે અઠવાડિયે પચ્ચીસ માર્ક્સની MCQ પ્રકારની યુનિટની ‘ સ્વમૂલ્યાંકન ટેસ્ટ ‘ દ્વારા વિદ્યાર્થીઓ પોતાના માર્ક્સ તુરંત જાણી શકશે. પ્રોજેકટ -૪ ‘ આયુષ્ ‘ અંતર્ગત વિદ્યાર્થીઓ માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ઉપયોગી થાય તેવા સામાજિક વિજ્ઞાન, બંધારણ, રમત, સાહિત્ય , ગુજરાતી વ્યાકરણ , ભૂગોળ વગેરે વિષયોની ઓનલાઈન ટેસ્ટનુ બોનસ પણ મેળવી શકશે.
કોરોના મહામારીમા આર્થિક સંકડામણને દુર કરવાના શુભ આશય સાથે શરુ થયેલ,આ પ્રોજેકટ વિશે ચાણક્ય એકેડમીના સંચાલક ડો. મહેશ ગરધરિયાએ કહ્યું હતુ કે,આ ચારેય પ્રોજેકટની કુલ કિંમત પાંચ હજાર પાંચસો પંચાવન રુપિયા છે પરંતુ વહેલા તે પહેલાના ધોરણે જે પ્રથમ પાંચસો વિદ્યાર્થીઓ સબસ્ક્રાઈબ કરશે તેમને સંપુર્ણ ફ્રી ઓફમા ચારેય પ્રોજેકટ આપવામા આવશે.ચારેય પ્રોજેકટ જુન માસના પ્રથમ અઠવાડિયાથી શરુ થઈ જશે.
પ્રોજેકટના સબસ્ક્રીબ્શન માટે રજીસ્ટ્રેશન લિંક દ્વારા ત્રીજી મેથી શરુ થનાર છે. આના રજીસ્ટ્રેશન માટે teahalvad ના બ્લોગ પરથી પણ રજીસ્ટ્રેશન થઈ શકશે,આ પ્રોજેકટ વિશે વધુ માહિતી આપતા ચાણક્ય એકેડમીના સંચાલક રમેશ કૈલાએ જણાવ્યું હતુ કે,ઉપરોક્ત પ્રોજેકટમા સમગ્ર ગુજરાતમાથી ગુજરાતી માધ્યમમા ધોરણ – ૧ થી ૧૨મા અભ્યાસ કરતા કોઈપણ બાળક રજીસ્ટ્રેશન કરી ચારેય પ્રોજેકટર ફ્રી ઓફમા લાભ લઈ શકશે