Western Times News

Gujarati News

હળવદમાં તિક્ષ્ણ હથિયારના ઘા મારીને આધેડની ક્રુર હત્યા

Murder in Bus

Files Photo

સુરેન્દ્રનગર, હળવદમાં શનિવારે મોડીરાત્રે હત્યાનો બનાવ બન્યો હતો. તિક્ષ્ણ હથિયારના ઘા મારીને આધેડની હત્યા કરવામાં આવી હતી. જેથી કરીને હળવદ પોલીસ બનાવ સ્થળે પહોચી હતી અને મૃતદેહને પીએમમાં ખસેડીને આગળની કાર્યવાહી કરવામાં આવી હતી.

હત્યાના આ બનાવની અંદર હાલમાં મૃતકના પિતરાઇ ભાઇની ફરિયાદ લઈને મૃતકના પાડોશીની સામે હાલમાં હત્યાનો હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવામાં આવ્યો હતો. આરોપીને પકડવા માટે તજવીજ હાથ ધરવામાં આવી હતી.

મુળ સાપકડાના જેમાભાઈ રૂપાભાઈ નંદેસરીયા જાતે કોળી જે હાલમાં મોરબી જિલ્લાના હળવદ શહેરની અંદર આવેલ પંચમુખી ઢોરા વિસ્તારમાં રહે છે. બે અપરણિત ભાઈઓ તેની માતા સાથે રહેતા હતા. થોડા દિવસો પહેલાં જ તેના માતાનું મૃત્યુ થયું હતું.

ત્યારબાદ શનિવારે મોડીરાત્રે તિક્ષ્ણ હથિયારના ઘા મારી જેમાભાઈ કોળીની હત્યા કરવામાં આવી હતી. આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી. જેથી કરીને હળવદ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.