Western Times News

Gujarati News

હળવદમાં “હર ઘર, નલ સે જલ” ના ધજાગરા કરતું પાલીકા તંત્ર

પ્રતિકાત્મક

બંધ વોટર સ્ટેન્ડ ત્રણ માસથી બુંદ જળને તરસી રહયુ છે

(પ્રતિનિધિ) હળવદ, સમગ્ર દેશ અને રાજયમા સરકાર દ્રારા જન સામાન્ય સુધી પીવાના શુધ્ધ જળ પહોંચાડવાની મહત્વકાંક્ષી યોજના ચાલી રહી છે.ત્યારે,હળવદ નગર પાલીકા તંત્રના અણઘડ વહિવટ કે લાપરવાહીના કારણે શહેરમા આવેલ શર્માફળીના જાહેર વોટર સ્ટેન્ડમા છેલ્લા ત્રણ માસથી પાણીનુ એક બુંદ પણ નહી ટપકતા,આ સ્ટેન્ડમાથી પીવાનુ પાણી ભરતા આશરે એક સો પરીવારો કાળઝાળ ઉનાળામા બેહાલ બન્યા છે.

૧૯૭૦ની સાલમા સ્થાનિક દાતા સ્વ.છોટાલાલ વ્યાસ અને સ્વ.માણેકલાલ રાવલના આર્થીક સહયોગથી બનાવેલ આ જાહેર વોટર સ્ટેન્ડ તેમના પરીવાર દ્રારા લોકોને પાણી મળી રહે તે હેતુથી સમયાંતરે બે વાર જીર્ણોધ્ધાર પામી ચુક્યુ છે.પરંતુ,સમયે-સમયે તંત્ર પાણી પહોચાડવા નિષ્ફળ નિવડતુ આવ્યુ છે.

ત્યારે,ફરી એકવાર તંત્ર આ વોટર સ્ટેન્ડમા પાણી પહોચાડવામા છેલ્લા ત્રણ માસથી નિષ્ફળ નિવડયુ છે.ત્રણ માસ પેહલા નિયમિત સવાર-સાંજ આ સ્ટેન્ડમા પાણી આવતુ હતુ, જે અચાનક જ બંધ થઈ જતા,આ અંગે પત્રકાર જીજ્ઞેશ રાવલ એ સંબંધિત કર્મચારીઓ તેમજ પાલિકા પ્રમુખ રમેશ પટેલને મૌખીક રજુઆત કરી હતી.

ત્યારે,આ અંગે સંબંધીતો એ યોગ્ય કરવાની ખાત્રી આપી હોવા છતા,ત્રણ માસથી પાણીનુ એક બુંદ પણ આજદિન સુધી પહોચાડી શકાયુ નથી.ત્યારે,આજ લાઈનમા શર્માફળી પહેલા મામાના ચોરે આવેલ વોટર સ્ટેન્ડમા નિયમિત પાણી આવે છે,તે અચરજ પમાડે છે.

અંદાજે ત્રણ સો મિટરના અંતરમા આવેલ સ્ટેન્ડમા એકમા પાણી આવે અને એકમા ન આવે,ત્યારે,વચ્ચે શું તકલીફ છે,તે શોધી તકલીફ દુર કરવામા ત્રણ માસ ઉપર થયા તંત્ર નિષ્ફળ ગયુ છે.ત્યારે,આ વિસ્તારના લોકો દ્રારા સત્વરે પાણી મળે એ અંગે માંગ ઉઠવા પામી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.