હળવદમા વારંવાર ગૌ વંશ પર થતા હુમલા બાબતે આપ દ્વારા આવેદનપત્ર અપાયુ
હળવદ પંથકમા નરાધમોને છુટ્ટો દોર,પકડી આકરી સજા કરાવા માંગ
(જીજ્ઞેશ રાવલ દવારા)હળવદ, છેલ્લા એકાદ વર્ષ થયા હળવદ પંથકમા ગૌ વંશ પર ઘાતક હથિયાર તેમજ એસિડ એટેક હુમલાઓના બનાવોમા દિન-પ્રતિદિન નોંધ પાત્ર વધારો થઇ રહ્યો છે.ત્યારે,આવા નરાધમોને પકડવામા પોલીસ સહીત તંત્ર સદંતર નિષ્ફળ રહેતા,આવા દુષ્કર્મ કરનારા તત્વોને કોઈ રોકનાર કે પકડનાર ન હોવાનુ માની ખુલ્લો પટ મળી ગયો હોઈ તેમ તેમના દુષ્કર્મને અંજામ આપતા રહ્યા છે.
જ્યારે, ગઈ કાલે મામાના ચોરા પાસે એસિડ એટેકથી પીડિત એવા ગૌ વંશ મળી આવતા બજરંગ દળ સહીત સહુ જીવદયા પ્રેમીઓ રોષની લાગણી ફેલાયેલ છે.જેના અનુસંધાને આજરોજ આમ આદમી પાર્ટી હળવદના કાર્યકર્તાઓ દ્વારા ગૌવંશ ઉપર થતા એસિડ એટેક કે જીવલેણ હુમલા જે થાય છે,
તેના વિરોધમા મામલતદાર હળવદ અને પોલીસ સ્ટેશન હળવદ ખાતે આવેદન પત્ર પાઠવી ગુનેગારને જલ્દી પકડીને આકરામા આકરી સજા કરવામા આવે તેવી માંગણી કરેલ છે.આ તકે આમ આદમી પાર્ટી હળવદ મહામંત્રી વિપુલ રબારી,યુવા તાલુકા પ્રમુખ હિતેશ વરમોર,તાલુકા યુવા મંત્રી રાજેશ રબારી,સોશિયલ મીડિયા પ્રમુખ ચંદુભાઈ મોરી,સતિષ પ્રજાપતિ,હિતેશભાઈ,હર્શ પંચોલી તથા અન્ય કાર્યકર્તા હાજર રહ્યા હતા *(તસ્વીર-એહવાલ:જીજ્ઞેશ રાવલ,હળવદ)*