હળવદમા ૬૫ યુવાનોને પક્ષમા જાેડી આપ ગતિશીલ બની
(તસ્વીર- જીજ્ઞેશ રાવલ, હળવદ) હળવદ શહેર-તાલુકામા આમ આદમી પાર્ટી દવારા પોતાનો વ્યાપ વધારવા યુવાનોને જાેડવાનુ અભિયાન શરૂ કરેલ છે,જેના પગલે આદમી પાર્ટીની વિચારધારાથી પ્રેરાઈ હળવદ તાલુકાના રણમલપૂર ગામે ૫૦ તેમજ હળવદ શહેરમા ૧૫થી વધારે યુવાનો આમ આદમી પાર્ટી હળવદમા જાેડાયા હતા.
આપમા હજી પણ અનેક ઈમાનદાર યુવાનો પાર્ટી સાથે નજીકના દિવસોમા મોટી સંખ્યામા જાેડાશે તેવુ આપ દવારા જણાવાયુ છે.આ પ્રસંગે ગોકળભાઈ,ભરત બારોટ,યોગેશ રંગપરીયા,હળવદ તાલુકા પ્રમુખ દાજીભાઈ રાજપુત,મહામંત્રી વિપુલ રબારી,
યુવા પ્રમુખ હિતેશ વરમોરા,યુવા મંત્રી દિપ પારેજીયા,હળવદ શહેર પ્રમુખ હિમાંશું રાવલ,હિતેશ મકવાણા,હિરાભાઈ સોલંકી,સોશિયલ મીડિયા ઉપપ્રમુખ ચંદુભાઈ મોરી,સામાજિક કાર્યકર મોરબીથી હાલમા જ પાર્ટી સાથે જાેડાયા એવા જયદેવસિંહ જાડેજા વગેરેની ઉપસ્થિતિમા કાર્યકર્તાઓને ખેસ પહેરાવી પાર્ટીમા વિધિવત પ્રવેશ કરાવવામા આવ્યો હતો