હળવદ ખાતે કેનાલમાં નંદી ફસાઈ જતા જીવના જોખમે રેસ્ક્યુ ઓપરેશન
(જીજ્ઞેશ રાવલ દ્રારા) હળવદ: હળવદ માર્કેટિંગ યાર્ડ અને કોર્ટની વચ્ચે આવેલ પાણી ભરેલ નર્મદા કેનાલમા ગુરૂવાર રાત્રીના સાડા આઠ વાગ્યા આસપાસ ગૌ વંશ પાણીમા ડૂબી જતાં આ વાતની જાણ સ્થાનિકોને થતા તેમને જીવદયા પ્રેમી યુવાનોને આ ઘટનાની જાણ કરી હતી,જેથી હળવદના જીવદયા પ્રેમી યુવાનો ગણતરીની મિનિટોમા ઘટના સ્થળે પહોંચી જઈ, ગૌવંશનો જીવ બચાવવા પોતાના જીવ ના જોખમે રાત્રી ના અંધારામા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતુ.
એકત્રીત જીવદયા પ્રેમી યુવાનો કેનાલના પાણીમાં ઉતરી અને મહામહેનતે નંદીને દોરડાથી બાંધી કેનાલની બહાર ખેંચી કાઢી અબોલ ગૌવંશનો જીવ બચાવી લીધો હતો.હળવદ સ્થીત શ્રી રામ ગૌશાળાના સ્વયંસેવકો અને જીવદયા પ્રેમી એવા કાળુભાઇ દલવાડી , વિજય ભરવાડ , હમીરભાઈ ગોહિલ , કાર્તિક ખત્રી,પાંચાભાઈ ભરવાડ , સુરેશભાઈ ઠાકોર, કાનાભાઈ વાઘેલા જયપાલભાઈ રબારી , ગોકુલભાઈ ભરવાડ,તપન દવે સહિત સેવાભાવી યુવાનો આ સદકાર્યમા નિમિત્ત બન્યા હતા.જે વાત વાયુ વેગે શહેરમા પ્રસરતા સહૂ કોઈ હળાહળ કલિયુગમા પણ જીવના જોખમે અબોલ જીવોની નિ:સ્વાર્થ સેવા કરવા વાળા યુવાનોની જીવદયા અને કરુણાની પ્રશંસા કરી રહયા છે. (તસ્વીર-અહેવાલઃજીજ્ઞેશ રાવલ,હળવદ)