હળવદ ખાતે નવચંડી હવન અને ધ્વજારોહણનો કાર્યકમ યોજાયો
(જીજ્ઞેશ રાવલ દ્રારા) હળવદ, શ્રી રેકી ફાઉન્ડેશન એન્ડ રિસર્ચ ચેરીટેબલ ટ્રસ્ટ, જામનગરના મેનેજીંગ ડિરેકટર અને જાપાનીઝ રેકી પદ્ધતિના ગ્રાન્ડમાસ્ટર ગુરુદેવ ચંદ્રકાંતભાઈ સોની દ્વારા વિવિધ 9 સ્થળોના દર્શનો તેમજ સુંદરી ભવાની માતાજીના મંદિરે હોમ,હવન પૂજનનું તેમજ સંકુલમાં સ્થિત કણેશ્વર મહાદેવ સહિત તમામ મંદિરોમાં ધ્વજારોહણ રેકી પરિવારની ચેનલ અને ઘર પરિવારના હિતાર્થે અને લાભાર્થે કરવામાં આવેલ.
રેકી પદ્ધતિ શીખેલ હોય એવા એક્ટિવ વિદ્યાર્થીઓ માટે આ પ્રવાસ અને પૂજનનું ખાસ અને અનોખું આયોજન કરવામાં આવ્યું હતું.
બેટી મુકામે મહાકાલી માતાજીના દર્શન, મોલડી ગામ પાસે આવેલ હિંગળાજ માતાના મંદિરે દર્શન, ચોટીલા મુકામે પારદ શિવ લિંગ તથા મહાકાલી તથા ચામુંડા માતાજી ના દર્શન, માંડલ ગામે વાઘેશ્વરી માતા, ખંભલાવ માતા, ભોળાનાથ મંદિર,અને તળાવમાં સ્થિત ખંભલાવ માતાજીના દર્શન, બાદ સુંદરી ભવાની માતાના મંદિરે રાત્રિ રોકાણ કરવામાં આવ્યું હતું.
ચંદ્રકાંતભાઈ સોની દ્વારા આવવા,જવા માટે મીની બસ તેમજ રહેવા, જમવા, ચા, પાણી નાસ્તાની નિઃશુલ્ક વ્યવસ્થા અને આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જામનગર, રાજકોટ, અમદાવાદ, હળવદ વગેરે ગામથી 24 જેવા સ્ત્રી અને પુરૂષો જોડાયા હતા. હોમ હવન પૂજન, આરતી અને દર્શન દ્વારા દરેકે દિવ્યતાની સાથે ધન્યતા અનુભવી હતી. તેમજ આધ્યાત્મિક અનુભૂતિઓથી તરબોળ થયા હતા.