હળવદ ખાતે નવજીવન વિકલાંગ સેવાશ્રય દ્રારા રાજયભરના દિવ્યાંગ યુવાનોની ક્રીકેટ ટુર્નામેન્ટ યોજાઈ

(જીજ્ઞેશ રાવલ) હળવદ તાઃ૧૨, મોરબી જીલ્લાના હળવદ ખાતે શ્રી નવજીવન વિકલાંગ સેવાશ્રય ટ્રસ્ટ ભચાઉ દ્રારા તેમની હળવદ ખાતેની શાખાની બાજુના ગ્રાઉન્ડમા ટ્રસ્ટ દ્રારા મોરબી જીલ્લામા સૌ પ્રથમ વાર રાજયભરના દિવ્યાંગ યુવાનો માટે બે દિવસની ક્રિકેટ ટુર્નામેન્ટનુ આયોજન કરવામા આવેલ છે,આ ટુર્નામેન્ટના આજરોજ પ્રથમ દિવસે રાજયની કચ્છ,બરોડા,મેહસાણા,તાપી,હળવદતેમજ સુરતના દિવ્યાંગ યુવાનોની ટીમે જુસ્સાભેર ભાગ લીધો હતો.
કોઈપણ સશક્ત રમતવીરને પણ શરમાવે તેવ જુસ્સા સાથે બેંટીગ-બોલીંગ-ફીલ્ડીંગ અને કોમેન્ટ્રી કરતા દિવ્યાંગ યુવાનોના કૌશલ્ય અને ક્રિકેટ પ્રેમને ઉજાગર કરતા તેમની દિવ્યાંગતા કમજોરી નહી પણ જુસ્સો બનાવી “હમ કીસી સે કમ નહી”ના નારા સાથેના તેમના રમત પ્રર્દશનને નિહાળવો એક લ્હાવો બની ગયો હતો
જેને નિહાળવા વિશાળ સંખ્યામા નગરજનો ઉપસ્થિત રહયા હતા,આ તકે વિશેષ ઉપસ્થિત હળવદના પીઢ પત્રકાર અને હળવદ મિરરના સંપાદક જીજ્ઞેશકુમાર રાવલનુ પત્રકારત્વ ક્ષેત્રના તેમના શ્રેષ્ઠ યોગદાન બદલ સંસ્થાના ટ્રસ્ટીઓ દ્રારા શાલ ઓઢાડી બહુમાન કરવામા આવેલ હતુ, આ સમગ્ર ટુર્નામેનાટને સફળ બનાવવા સંસ્થાના ફાઉન્ડર અને સેક્રેટરી જીતેન્દ્રભાઈ જોશી(ભચાઉ),ટ્રસ્ટીઓ દેવજીભાઈ ધેડા(ભચાઉ),વિજયભાઈ જોશી(હળવદ) તેમજ વિશાલ જોશી વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.