હળવદ નકલંક ધામના મહંત એ મુખ્ય મંત્રીની શુભેચ્છા મુલાકાત લઇ મોમેન્ટો અર્પણ કર્યો
(જીજ્ઞેશ રાવલ દવારા)હળવદ, હળવદ શ્રી નકલંક ગુરૂધામના મહંત દલસુખ રામ મહારાજ એ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાથે શુભેચ્છા મુલાકાત દરમ્યાન આશીર્વચન સાથે મોમેન્ટો રૂપે નકલંક ધામની તસ્વીર અર્પણ કરી શ્રી નકલંક ગુરૂધામમા દર્શન કરવા પધારવા માટે મુખ્યમંત્રીને નિમંત્રણ પાઠવેલ છે,તેઓની સાથે પીપળીધામના મુખી મહારાજ તથા રાજ્યસભાના સાંસદ સભ્ય દિનેશભાઈ અનાવાડીયા સાહેબ, લાલજીભાઈ પ્રજાપતિ પાલનપુરવાળા, રમેશભાઈ પ્રજાપતિ પાટણવાળા પણ મુલાકાતમા સાથે રહ્યા હતા,જે તસ્વીરમા નજરે પડે છે