હળવદ ના નિવૃત્ત શિક્ષક નો અનોખો સેવાયજ્ઞ
નિવૃત્ત શિક્ષક લવજીભાઈ મોરડિયા એ સામંતસર સરોવર કિનારે સ્વચ્છતા અભિયાન હાથ ધર્યું.
(જીજ્ઞેશ રાવલ)હળવદ,હળવદની આર.પી.પી ગર્લ્સ હાઈસ્કૂલમા અંગ્રેજી વિષયના શિક્ષક તરીકે ફરજ બજાવી નિવૃત્તિ સમયમા પણ એક આદર્શ શિક્ષક તરીકે સેવા કાર્ય કરતા લવજીભાઈ હરજીભાઈ મોરડિયા સાહેબ એ હળવદ શહેરના ઐતિહાસિક સામંતસર સરોવર કાંઠે જમા થતી લીલની સફાઈ માટે અપના હાથ જગન્નાથ ઉક્તિને સાર્થક કરતા નજરે પડ્યા હતા.
સામંતસર તળાવ બારે માસ ભરેલુ રાખવા માટે નર્મદા કેનાલમાથી પાણી છોડીને તળાવ ભર્યુ રાખવામા આવે છે,જેથી તળાવ કાંઠે લીલ અને કચરો જમાથતો હોય છે. આ તળાવ કાંઠે સેહલાણી સાથોસાથ તળાવમા રહેલ માછલીઓને લોટ-મમરા જેવો ખોરાક ખવડાવવા આવનાર એક નિયમિત વર્ગ રહ્યો છે.
જ્યારે, કાંઠે આવી લીલના કારણે માછલીઓ કાંઠે ન આવી શકતા આવા જીવદયા પ્રેમીઓ નિરાશ થઈ જતા હોય છે. ત્યારે,તળાવ કાંઠે ની સ્વછતાની જરૂર હોય,સ્વૈચ્છિક રીતે પોતાની ફરજ સમજી અને અનોખો સેવાયજ્ઞ આરંભી લવજીભાઈ મોરડીયાનુ નિવૃત્તિમા પ્રવૃત્તિનુ શ્રેષ્ઠ ઉદાહરણ અન્ય નિવૃત જીવન જીવતા લોકો પ્રેરણાદાયક બની રહેશે,તેમનુ આ કાર્ય લોકોમા પ્રસંશાને પાત્ર બની રહ્યું છે.