Western Times News

Gujarati News

હળવદ પંથકમા જડબેસલાક જનતા કર્ફયુ

તસવીરઃ જીજ્ઞેશ રાવલ

(પ્રતિનિધિ) હળવદ, કોરોના વાઈરસ સામે લડત અર્થે પ્રધાન મંત્રીની જનતા કર્ફયુની અપીલના અનુસંધાન એ આજરોજ હળવદ શહેર તેમજ તાલુકાના રણમલપૂર, દિધડીયા, દેવળીયા, ટીકર, કેદારીયા,ચરાડવા, ધનાળા સહીત નાના-મોટા ગામો સ્વયંભૂ જોડાયા હતા.ત્યારે, હળવદ શહેરમા આજ સન્નાટો વ્યાપી ગયેલ છે.

શાક માર્કેટ સહીત તમામ બજારો સુમસામ ભાસતી હતી, હળવદના તમામ વેપારીઓ આજે સ્વયંભૂ સદંતર બંધ પાડયો હતો,જન જીવન જાણે સાવ થંભી ગયાનુ નજરે પડતુ હતુ.હળવદ હાઈવે પર આવેલ તમામ આવેલ ખાણીપીણી-હોટેલો સહીત તમામ દુકાનો બંધ રહી હતી,કોઈ એકલ-દોકલ બાઈક સવાર કે શેરી-ગલીના નાકે મોંઢા પર માસ્ક કે રૂમાલ બાંધીને બેઠેલા યુવાનો નજરે પડતા હતા,જયારે, ચીફ ઓફીસર સાગર રાડીયાના નેતૃત્વમા પાલીકા તંત્ર દ્રારા શહેરમા સઘન સફાઈ બાદ ડ્ઢડ્ઢ્‌ નો છટકાવ પણ કરવામા આવ્યો હતો,શહેરમા ખુલ્લા ફકત મેડીકલ સ્ટોરમા યુવાનો પણ મોઢા પર રૂમાલ બાંધી બેસેલા નજરે પડતા હતા.

હળવદ તમામ મંદીરોમા સવારના ભાગમા દર્શનાર્થીઓની ભીડ રહેતી હોય છે જે આજ ખાલી ખમ્મ નજરે પડ્‌યા હતા,પાલીકા તંત્ર દ્રારા સંચાલિત લાઈબ્રેરી પણ અચોક્કસ મુદત સુધી બંધના આદેશ અપાયા છે,આમ હળવદના પ્રજાજનો અને તંત્ર કોરોના સામે સાવચેતીના પગલા માટે સંપુર્ણ પણે સજજ અને સભાન હોવાનૂ જણાય રહ્યુ હતુ.કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે હળવદ પી. આઈ સંદીપ ખાંભલા સમગ્ર પોલીસ સ્ટાફ સાથે પેટ્રોલીંગ કરી વ્યવસ્થા જાળવી હતી,જયારે મામલતદાર વી.કે.સોલંકી એ રાઉન્ડમા નિકળી અમૂક જગ્યા એ બહાર બેસેલા લોકોને સમજાવી ધર તરફ રવાના કર્યા.*


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.