Western Times News

Gujarati News

હળવદ પંથકમા પોણી કલાકમા દોઢ ઇંચ જેટલો સાર્વત્રિક વરસાદ નોંધાયો 

હળવદના મંગળપુર ગામે રહેણાંક મકાનમા વીજળી ત્રાટકી ઘર વખરી અને ‌મકાનની દિવાલને નુકશાન જાનહાનિ ટળી

(જીજ્ઞેશ રાવલ દવારા) હળવદ,  હળવદમાં રવિવારે રાતે સવા નવ વાગ્યાની આસપાસ એકાએક વાતાવરણમાં પલટો મારતા આકાશમા વાદળ છાયુ વાતાવરણ સર્જાયું હતુ,  હળવદ શહેર અને આજુબાજુના ગામોમાં વીજળીના ભયાનક કડાકા-ભડાકા સાથે વરસાદનુ આગમન થયું હતુ અને પોણી કલાકના અરસામા દોઢ ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો. ત્યારે,હળવદ તાલુકાના હળવદ શહેર સહીત  દીઘડ્યા, મંગળપુર, ટીકર, સુખપર, માનગઢ .માલણીયાદ,  વેગડવાવ સહિતના તાલુકાના લગભગ ગામોમાં કડાકા-ભડાકા સાથે વરસાદનુ આગમન થતા સાથે જ વીજળી ગુલ થઇ ગયેલ હતી.

જયારે, હળવદ તાલુકાના મંગળપુર ગામે  પ્રેમજીભાઈ શંકરભાઈ  ઠાકોરના રહેણાંક મકાનમા વીજળી ત્રાટકતા મકાનના નળિયા તેમજ વાસણો  અને ઘર વખરી તેમજ દિવાલને નુકશાની થઇ હતી  ઈલેક્ટ્રીક  વીજ ઉપકરણોને નુકસાની થયેલ હતી, જોકે વીજળી પડવાથી સદનસીબ એ  કોઇ જાનહાની થઈ ન હતી.મંગળપુર ગામે વીજળી પડતા આજુબાજુના આડોશી પાડોશી તેમજ ગામલોકોઓ પ્રેમજીભાઈ ઠાકોરના ઘરે દોડી ગયા હતા,વીજળી પડવાને  પગલે કોઇ જાનહાની ન થતા  પરિવારજનો અને ગામલોકોઓ રાહતનો શ્વાસ લીધો હતો


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.