Western Times News

Gujarati News

હળવદ પરીક્ષા આપવા જતા પિતા-પુત્ર રાયસંગપુરના વોકળામા તણાયા

પિતાનો મૃતદેહ મળ્યો,પુત્ર હજુ લાપતા

(જીજ્ઞેશ રાવલ દ્રારા) હળવદ, હળવદ તાલુકામા ભારે વરસાદને લઈ નદી-નાળાઓ ડેમોમા પાણીની ભરપુર આવકને લઈ છલકાઈ તારાજી સર્જી છે.ત્યારે,હળવદ ખાતે પરીક્ષા આપવા આવતા તાલુકાના રાયસંગપુર ગામના પીતા-પુત્ર કુઈવાળા વોકળામા ધસમસતા પાણીમા તણાયાની કરૂણાતિંકા સર્જાય છે.જેમા પિતાનો મૃતદેહ હાથ લાગેલ છે.જયારે,પુત્ર હજુ લાપતા હોવાના અહેવાલ પ્રાપ્ત થયેલ છે

આ કરૂણાંતિકાની પ્રાપ્ત માહિતી અનુસાર હળવદ તાલુકાના રાયસંગપુર ગામે રહેતા નારાયણભાઈ ધનજીભાઈ પરમાર ઉ.૪૫ના પુત્ર અશ્વીનભાઈ ઉ.૧૮ને આજરોજ હળવદ ખાતે ગુજકેટની પરીક્ષા આપવા લઈને આવતા સમયે હળવદ-રાયસંગપુર રસ્તામા આવતા કુઈવાળા વોકળાના ધસમસતા પ્રવાહમા બંન્ને પિતા-પુત્ર તણાય જતા,આજુબાજુના વાડી વિસ્તારના લોકો સરપંચ-ટી.ડી.ઓ અમિત રાવલ સહીત ગ્રામજનો દોડી ગયા હતા અને સ્થાનીક તરવૈયાઓની મદદથી રસ્સી-ટ્રેકટરની મદદથી શોધખોળ આદરવામ આવેલ હતી.જેના પગલે પિતા નારાયણભાઈનો મૃતદેહ મળી આવેલ છે.જયારે,પુત્ર અશ્વીનભાઈ હજુ લાપતા હોવાનુ સુત્રો એ જણાવેલ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.