હળવદ બ્રાહ્મણી-૨ ડેમમા ન્હાવા ગયેલા માનસરના યુવાનનુ ડુબી જતા મૃત્યુ
(જીજ્ઞેશ રાવલ દ્રારા) હળવદ: હળવદના શીરોઈ ગામ પાસે આવેલ બ્રાહ્મણી ડેમ-૨ ખાતે પોતાના મિત્રો સાથે ન્હાવા ગયેલ માનસર ગામના મેહુલભાઈ હકાભાઈ ડાભી નામના ૨૨ વર્ષીય યુવાન ડૂબી જવાથી મૃત્યુ થતા કરૂણાતિંકા સર્જાયેલ છે. આ દુઃખદ બીનાની પોલીસ સ્ટેશનથી પ્રાપ્ત માહીતી અનુસાર મરણ થનાર મેહુલભાઈ હકાભાઈ ડાભી રહે.માનસર હળવદ ગઈકાલે બપોરના ગાળામા પોતાના મિત્ર વર્તુળ સાથે શીરોઈ ગામ સ્થીત બ્રાહ્મણી-૨ ડેમ ખાતે ન્હાવા ગયેલ,જયા બધા મિત્રો ડેમમાથી નાહી બહાર નિકળતા મૃતક ન દેખાતા તેની શોધખોળ આદરેલ હતી.
પરંતુ,મૃતકની ભાળ ન મળતા તેમના મિત્રો એ તેમના ગામમા તેમજ હળવદ પોલીસને જાણ કરતા,પોલીસ સહીત મૃતકના પરીજનો સહીત ગ્રામજનો ઘટના સ્થળે દોડી ગયા હતા લાપતા મૃતકનુ શબ શોધવા સ્થાનિક તરવૈયાઓની મદદથી શોધખોળ આદરી હતી.
ત્યારે,તરવૈયાઓની ભારે જહેમત બાદ,ગત મોડી રાત્રે આશરે ત્રણ વાગ્યે મૃતકનુ શબ મળી આવતા પી.એમ અર્થે સરકારી દવાખાને લઈ જતા,ફરજ પરનાડો. અશ્વીનભાઈ આદ્રોજા એ મૃતકનુ પી.એમ કરેલ હતુ.જયારે,નાના એવા માનસર ગામમા આવી કરૂણાંતીકા સર્જાતા આજે વહેલી સવારે મૃતકની સ્મશાન યાત્રામા હીબકા ભરતુ આખુ ગામ ઉમટી પડયાનુ ગામના આગેવાન ઘનશ્યામભાઈ ગોહીલ એ જણાવ્યુ હતુ