હળવદ-માળીયા હાઇવે પર ૫૭૦૦૦ના વિદેશી દારૂ ભરેલી કાર પકડાઈ
(જીજ્ઞેશ રાવલ દ્રારા) હળવદ: હળવદ હાઈવે પરથી વિદેશી દારૂ ભરેલ એક કાર પસાર થવાની હોવાની હળવદ પોલીસને પ્રાપ્ત ચોક્કસ માહીતીના આધારે,પી.આઈ દેકાવડીયા,પી.એસ.આઈ પનારા સહીતના પોલીસ સ્ટાફ એ હળવદ-માળીયા હોઈવે પર દેવળિયા પાસે વોચ રાખી, ધ્રાંગધ્રા તરફથી વિદેશી દારૂ ભરી આવતી કાર રોકી તલાશી લઈ પકડી પાડી છે.
જ્યારે એમા રહેલ એક આરોપી નાશી છૂટ્યો હતો.જેમા દાંડી નમક જેવી પ્રતિષ્ઠીત નમકની બ્રાંડની પ્લાસ્ટીકની કોથળીઓમા ભરેલ પાર્ટી સ્પેશ્યલ નામક બ્રાંડનો ૫૭૦૦૦ની કીંમતનો વિદેશી દારૂ ૧૯૦ નંગ બોટલો સાથે,૫ લાખની કીંમતની કાર સહિત ૫.૫૭ લાખનો મુદ્દામાલ જપ્ત કરી, કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે