હળવદ-મુળી તાલુકાને જોડતી દિઘડીયાની બ્રાહમણી નદીના પુલ પર પાણી ફરી વળતા વાહનવ્યહવાર ખોરવાયો

દીઘડીયા ગામ-ખેતરોમા પાણી ફરી વળતા તારાજી
(જીજ્ઞેશ રાવલ દ્રારા) હળવદ હળવદથી મુળી તરફ જતા હળવદ તાલુકાના છેલ્લા ગામ એવા દિઘડીયા ગામ પાસેથી પસાર થતી બ્રાહ્મણી નદી પર બંન્ને તાલુકાઓને જોડતો બેઠો પુલ આવેલ છે.જેમા ઉપર વાસમા ભારે વરસાદ થતા રસ્તા પર બે ફુટ જેટલા પાણી ફરી વળતા,બંન્ને તાલુકાઓ વચ્ચેનો વાહન વ્યહવાર ખોરવાતા હાલ તો બંન્ને તાલુકાઓ એક-મેકથી સંપર્ક વિહોણા થઈ ગયેલ છે.
જયારે,દિઘડીયા ગામે આવેલ શક્તિ માતાજીનો ધરો પણ ઓવર ફલો થયાના અહેવાલ પ્રાપ્ત થયેલ છે.સાથોસાથ દિધડીયા ગામ અને ખેતરોમા પણ પાણી ફરી વળતા તારાજી સર્જાય છે.તસ્વીરમા બેઠા પુલ પર ફરી વળેલ પાણી નજરે પડે છે
