હળવદ-મુળી તાલુકાને જોડતી દિઘડીયાની બ્રાહમણી નદી પરનો પુલ તુટયો
(જીજ્ઞેશ રાવલ દ્રારા) હળવદ: હળવદથી મુળી તરફ જતા હળવદ તાલુકાના છેલ્લા ગામ એવા દિઘડીયા ગામ પાસેથી પસાર થતી બ્રાહ્મણી નદી પર બંન્ને તાલુકાઓને જોડતો બેઠો પુલ આવેલ છે.જેમા ઉપર વાસમા ભારે વરસાદ થતા રસ્તા પર બે ફુટ જેટલા પાણી ફરી વળતા,બંન્ને તાલુકાઓ વચ્ચેનો વાહન વ્યહવાર ખોરવાતા હાલ તો બંન્ને તાલુકાઓ એક-મેકથી સંપર્ક વિહોણા થઈ ગયેલ છે.
જયારે,છેલ્લા બે દિવસથી પાણીના ઘસમસતા પ્રવાહને લીધે આજે પુલ તુટયાનુ ગ્રામજનો એ જણાવેલ છે.જેથી હળવદ-મુળી તાલુકાનો વાહન વ્હવાર ખોરવાય ગયેલ છે.નદીના પાણી ખેતરોમા ફરી વળ્યા છે.તસ્વીરમા બેઠા પુલ પર ફરી વળેલ પાણી અને તુટતો બેઠો પુલ નજરે પડે છે
(તસ્વીર-અહેવાલઃજીજ્ઞેશ રાવલ,હળવદ)