હળવદ યુનિક હોસ્પિટલ ખાતે યોજાયેલ મેગા મેડીકલ ફ્રી નિદાન કેમ્પ

(જીજ્ઞેશ રાવલ દ્રારા) હળવદ: હળવદ શહેરમા આવેલી યુનિક હોસ્પીટલ ખાતે તાઃ૨૩ને રવિવારના રોજ એક મેગા મેડીકલ ફ્રી કેમ્પનુ આયોજન કરવામા આવેલ હતુ, જેમા જરૂરીયાત મંદ દર્દીઓને લાભ લેવા અનુરોધ કરવામા આવેલ.ખાસ કરીને ખાસ કરીને ગરીબ લોકો મોટી હોસ્પીટલોમા દવા કે નિદાન કરાવા બહુ ઓછા જતા હોય છે,ત્યારે હળવદની યુનિક હોસ્પીટલ તેમજ આરસી સિનિયર સિટિઝનના સંયુક્ત ઉપક્રમે આ કેમ્પનુ આયોજન કરવામા આવેલ હતુ.
આ કેમ્પમા હદય,નવજાત શિશુ,બાળરોગ,સ્રી રોગ,હાડકા,વાળ,ચામડી સહીતના રોગોના દશ જેટલા નિષ્ણાતો હાજર રહી સેવા આપી હતી,વહેલી સવારથી જ આબાલ-વૃધ્ધ દર્દીઓના ધસારાને લીધે કેમ્પનો સમય લંબાવી દેવામા આવ્યો હતો,જેમા ૪૩૨ દર્દીઓને ફ્રી નિદાન સાથે રાહત દરે દવાઓ પણ આપવામા આવી હતી,
કાર્યક્રમની શરૂઆત શ્રી વિધ્નરાજ ગણપતિ દાદા સમક્ષ યુનિક હોસ્પિટલ ના ડો,જયદિપભાઈ પટેલ તેમજ આ રોટરી આરસીના ચેરમેન રઘુભા ઝાલા એ કર્યુ હતુ,આ સમગ્ર કેમ્પને સફળ બનાવવા યુનિકના ડો.હર્ષદભાઈ પટેલ,ડો.ભવદિપભાઈ ગઢવી તમામ ડોકર્ટસ તેમજ હોસ્પીટલ સ્ટાફ અને રોટરી કલબના તમામ સભ્યો એ જહેમત ઉઠાવી હતી