Western Times News

Gujarati News

હળવદ રોટરી ક્લબના નવનિયુકત હોદ્દેદારોનો શપથગ્રહણ સમારોહ યોજાયો

(જીજ્ઞેશ રાવલ દ્રારા) હળવદ: હળવદ રોટરી ક્લબના નવનિયુકત હોદ્દેદારોનો શપથગ્રહણ સમારોહ દર વર્ષે ભવ્ય રીતે યોજવામા આવે છે. પરંતુ, આ વર્ષે કોરોના મહામારીના કારણે આ કાર્યક્રમ સાવ સાદાઈથી તેમજ સાવ ટૂંકમા અને ખૂબ ઓછા લોકોની હાજરીમા સામાજીક અંતર સાથે સાંદિપની મીડીયમ ઇંગ્લિશ સ્કૂલ ખાતે રોટરી કલબ ઓફ હળવદ દ્વારા યોજવામા આવ્યો હતો.જેમા પાસ્ટ આસિસ્ટન્ટ ગવર્નર નરભેરામભાઈ અઘારાએ ઇન્સ્ટોલિંગ ઓફિસર તરીકે નવા વરાયેલા પ્રમુખ અને સેક્રેટરીને શપથ લેવડાવ્યા હતા.રોટરીનુ વર્ષ 30/6/20 ના રોજ પૂરૂ થતા નવા વર્ષે નવા હોદ્દેદારોની નિમણૂક કરવામા આવી હતી.

જેમા રોટરી ક્લબ પ્રેસિડેન્ટ તરીકે રાજેન્દ્રસિંહ રાણા સેક્રેટરી હિતેન ઠક્કર,ઇનરવિલ કલબમા પ્રેસિડેન્ટ રૂપલબેન પંજવાણી સેક્રેટરી ભક્તિબેન ઠક્કર,રોટરેક્ટ કલબમા પ્રેસિડેન્ટ કેવલ છાયા અને સેક્રેટરી નવીન આચાર્ય,આર.સી.સી.સિનિયર સિટીઝન ક્લબના પ્રેસિડેન્ટ પરભુભાઈ રબારી અને સેક્રેટરી ઠાકરસીભાઈ ટાંક,આર. સી.સી. ક્લબ ટીકરમા પ્રેસિડેન્ટ રાકેશ એરવાડીયા અને સેક્રેટરી ગૌતમ વ્યાસ,ઇન્ટરેક્ટ કલબમા પ્રેસિડેન્ટ દિવ્યજીતસિંહ ઝાલા અને સેક્રેટરી ઓમ રાવલ, અરલીએક્ટ કલબ ઓફ બ્રિલિયન્ટ સ્કૂલમા પ્રેસિડેન્ટ તુષાર પિત્રોડા અને સેક્રેટરી શિવમ કરોત્તરાની વરણી કરવામા આવી હતી.૨૦૧૯/૨૦ના દરેક કલબના પ્રમુખ અને સેક્રેટરીને તેમની વર્ષ દરમિયાનની સુંદર અને સારી કામગીરી બદલ એવોર્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા,તેમ નવનિયુકત પ્રેસિડેન્ટ રાજેન્દ્રસિંહ રાણા એ એક યાદીમા જણાવેલ છે


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.