હળવદ વિહીપ-બજરંગ દળ દ્રારા હળવદ પંથકના પવિત્ર ધાર્મીક સ્થાનોની માટી-જળ રામજન્મભુમી પુજન માટે મોકલાયા
(જીજ્ઞેશ રાવલ દ્રારા) હળવદ: અયોધ્યા સ્થીત રામજન્મભુમીના નવ નિર્માણના ભુમી પુજન અર્થે સમગ્ર દેશમાથી ઐતીહાસીક મહત્વ ધરાવતા ધાર્મીક સ્થળો તેમજ પવિત્ર જળો વિહીપ-બજરંગ દળ દ્રારા સમગ્ર દેશમાથી એકત્રિત કરી અયોધ્યા મોકલવામા આવી રહયા છે,જેના અનુસંધાને હળવદ વિહીપ-બજરંગ દળ દ્રારા પણ હળવદ પંથકના પવિત્ર ધર્મ સ્થાનોની માટી અને જળ ધાર્મીક વિધી દ્રારા એકત્રીત કરી અયોધ્યા મોકલવામા આવેલ છે.
જેમા મહાભારત સમયનુ ઐતીહાસીક મહત્વ ધરાવતા સુંદરી ભવાની માતાજી (સામુદ્રીક માતાજી) મંદીરની માટી તેમજ બ્રાહમણી-૨ ડેમ સ્થીત કેદારના ધરાની માટી-જળ તેમજ તાલુકાના ચરાડવા ગામ સ્થીત ધાર્મીક સ્થાન રાજબાઈ માતાના મંદીરની માટી,હળવદના પ્રસીધ્ધ શરણેેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમા આવેલ વાવ તેમજ સામંતસર તળાવની માટી અને જળને ધાર્મીક પૂજા વિધીથી સંપન્ન-એકત્રીત કરી અયોધ્યા મોકલવામા આવ્યાનુ વિહિપ-બજરંગ દળ એ એક યાદીમા જણાવેલ છે