હળવદ શહેરના ચાર પ્રકૃતિ પ્રેમીઓનુ વન વિભાગ દ્વારા બજાણા ખાતે સન્માન કરાયુ
(જીજ્ઞેશ રાવલ દ્રારા) હળવદ હળવદના સ્નેક રેસ્કુયર મુકુંદભાઈ મહેતા , ગૌસેવક ભાવેશભાઈ ઠક્કર , પક્ષી પ્રેમી ઉષાબેન જનકભાઈ ચૌહાણ અને સેવાભાવી યુવાન અને જીવદયા પ્રેમી તપનભાઈ દવેનુ વન વિભાગના ઉચ્ચ અધિકારી સુચેન્દ્રા સાહેબના વરદ હસ્તે સન્માન કરવામા આવ્યુૃહતુ.પ્રકૃતિનુ જતન કરવુ તે માનવ માત્રની પ્રાથમિક જવાબદારી છે, ત્યારે હાલ ગુજરાત સરકાર દ્વારા વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી થઈ રહી છે,
તેના ભાગરૂપે પ્રકૃતિ પ્રેમીઓ અને વન્ય પ્રાણીઓની સેવા કરી રહ્યા છે તેવા હળવદના ચાર સેવાભાવીઓન પાટડી તાલુકાના બજાણા મધ્યે આવેલ વન સંકુલ ખાતે વન વિભાગ ઉચ્ચ અધિકારીઓના વરદ હસ્તે સન્માન પત્ર આપી અને સન્માન કરવામાં આવ્યુ હતુ, જેમા ચાર સેવાભાવીઓમા હળવદમા વર્ષોથી સ્નેક રેસ્ક્યુ માટે કાર્ય કરી રહ્યા છે,તેવા મુકુંદભાઈ મહેતા કે જેમણે અત્યાર સુધીમા રાત દિવસ જોયા વગર ની:સ્વાર્થ ભાવે ૫૦૦ જેટલા સર્પનુ રેસ્કયુ કરી અને સુરક્ષિત સ્થળે સ્થળાંતર કર્યું છે,એમા પણ અતિ ઝેરી એવા ૪૦૦ જેટલા કોબ્રા સર્પનુ રેસ્ક્યુ કરી સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરેલ છે.એજ રીતે ઘુડખર નિલ ગાય અને અન્ય વન્ય જીવો જ્યારે ઘાયલ થાય ત્યારે ખડેપગે રહી અને અબોલ જીવોની સતત સેવા કરતા ભાવેશભાઈ ઠક્કર ( પ્રદેશ પ્રમુખ બજરંગદળ )નુ પણ સન્માન કરવામાં આવ્યુ હતુ.
જયારે,હળવદની આસપાસ પક્ષીઓ જ્યારે ઘાયલ થાય ત્યારે તેમની નિઃસ્વાર્થ ભાવે પોતાના જીવથી વિશેષ સંભાળ લઈને છેલ્લા ઘણા વર્ષોથી સેવા કરી રહ્યા છે,તેવા ઉષાબેન જનકભાઈ ચૌહાણનુ પણ સન્માન કરવામા આવ્યુ હતુ. હળવદના જીવદયા પ્રેમી તપનભાઈ દવેનુ પણ સન્માન વન વિભાગ દ્વારા કરવામા આવ્યુ હતુ.
આ કાર્યક્રમમા વન વિભાગના અધિકારી સર્વે સુચેન્દ્રા સાહેબ (Conservator of Forests ,CF) , DCF અસોડા સાહેબ , ACF દવે સાહેબ , હળવદ રેન્જ ફોરેસ્ટ ઓફિસર પરમાર સાહેબ , વનપાલ કે.એમ.પરમાર, એ.આઈ પઠાણ , વનરક્ષક વિષ્ણુભાઈ રબારી, સી.કે ચોસલા સર્વે વન્ય સંરક્ષકોને પ્રોત્સાહિત કર્યા હતા