હવાઈ દળમાં જાસુસી નેટવર્કનો પર્દાફાશઃ એક જવાનની ધરપકડ
નવીદિલ્હી, ભારતીય હવાઈ દળમાં જાસુસીનાં એક નેટવર્કનો પર્દાફાશ કરતા દિલ્હી પોલીસ હની ટે્રપ મારફત હવાઈદળના એક જવાનને ફસાવીને તેના મારફત મહત્વની અને સંવેદનશીલ માહીતી મેળવવાનો પ્રયાસ નિષ્ફળ બતાવે છે અને તેમાં પાકની કુખ્યાત જાસુસી આઈએસઆઈની ભુમિકા હોવાની શંકા પરની તપાસ શરૂ થઈ છે. હવાઈ દળમાં ફરજ બજાવતાં દેવેન્દ્ર શર્મા નામનાં જવાનની આ બારામાં ધરપકડ કરી પૂછપરછ થઈ રહી છે.
પોલીસે આ અંગે આરોપીનાં પત્નિના બેન્ક ખાતામાં કેટલાંક શંકાસ્પદ વ્યવહારોની પણ તપાસ કરી છે. આ જવાન હનીટ્રેપમાં ફસાયો હતો અને તે અંગે દિલ્હી પોલીસ પાસે બાતમી પહોંચતા તેના પર વોચ ગોઠવાઈ હતી અને હવે તેની સાથે આ પ્રકારનાં ષડયંત્રમાં કોણ કોણ સામેલ છે અને કોઈ સંવેદનશીલ માહીતી લીક છે કે કેમ તેની તપાસ શરૂ થઈ છે.HS