Western Times News

Gujarati News

હવામાં જ ઇન્ડિગો વિમાનનુ એન્જિન ખરાબ થતા દહેશત

બે વર્ષમાં ૨૩ વાર હવામાં એન્જિન ખરાબ થવાની ઘટના

અમદાવાદ, અમદાવાદથી કોલકત્તા જતી ઇન્ડિગો ફ્લાઇટને એરબસ ૩૨૦ નિયો વિમાનના પ્રેટ એન્ડ વિટની એન્જિનમાં ખામી સર્જાઇ ગયા બાદ તેને પરત ફરવાની ફરજ પડી હતી. આ પહેલા પણ મુંબઇથી હૈદરાબાદ જઇ રહેલી ઇન્ડિગોની એક ફ્લાઇટમાં ખામી સર્જાઇ ગઇ હતી. એન્જિનમાં ખામી સર્જાઇ ગયા બાદ આ પહેલા તેને મુંબઇ પરત ફરવાની ફરજ પડી હતી. બે વર્ષની અંદર ૨૩મી વખત ઇન્ડિગોના વિમાનમાં હજારો ફુટની ઉંચાઇ પર પહોંચ્યા બાદ ખરાબી થઇ ગઇ હતી.

અમદાવાદમાં ફ્લાઇટને રસ્તામાંથી જ પરત ફરવાના સંબંધમાં અધિકારીએ માહિતી આપતા કહ્યુ હતુ કે અમદાવાદ-કોલકત્તા છ ઇ ૧૨૫ ફ્લાઇટના એન્જિન પૈકી એક એન્જિનમાં આસમાનમાં જ કંપન થવાની શરૂઆત થઇ હતી. જેથી પાયલોટે સાવચેતીના ભાગરૂપે અમદાવાદમાં વિમાનને પરત લાવવાનો નિર્ણય કર્યો હતો.ત ઇન્ડિગોની માટે રાહતની બાબત એ રહી છે કે ડીજીસીએ દ્વારા ૧૩મી જાન્યુઆરીના દિવસે એર ૩૨૦ નિયો વિમાનના તમામ ૧૩૫ એન્જિનોને બદલી નાંખવા માટેની સમયમર્યાદાને હવે ૩૧મી જાન્યુઆરી સુધીની જે અવધિ હતી તે વધારીને ૩૧મી મે કરી દીધી છે. ગયા વર્ષે ઓક્ટોબરમાં એક સપ્તાહની અંદર એરબસ એ ૩૨૦ એ નિયો વિમાનોના ઉડાંણ ભરવાના સ્થળ પર પરત ફરવા અથવા તો એન્જિનમાં ખામી થવાની ચાર ઘટના સપાટી પર આવી છે. ત્યારબાદ ડીજીસીએ દ્વારા કહેવામાં આવ્યુ છે કે ખુબ જરૂરી પગલા લેવાની જરૂર દેખાઇ રહી છે. તેના તરફથી પહેલી નવેમ્બરના દિવસે ઇન્ડીગોને તેના ચોક્કસ એન્જિનોને દુર કરવા માટે આદેશ કરવામાં આવ્યા હતા. માર્કેટ હિસ્સેદારીની દ્રષ્ટિએ ઇન્ડીગો સૌથી આગળ રહેલી વિમાની કંપની પૈકી એક છે. લો કોસ્ટના ક્ષેત્રમાં તેની બોલબાલા દેખાઇ રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.