Western Times News

Gujarati News

હવામાં ૧૦ મીટર સુધી ફેલાઈ શકે છે કોરોના, સરકારની નવી ગાઈડલાઈન્સ જાહેર

નવીદિલ્હી: કોરોના વાયરસ હવાથી પણ ફેલાય શકે. હવે સરકારે પણ આ વાતનો સંપૂર્ણ સ્વીકાર કરી લીધો છે. સરકારના પ્રધાન વૈજ્ઞાનિક સલાહકારની ઓફિસ અનુસાર, એયરોસોલ અને ડ્રોપલેટ્‌સ કોરોના ફેલાવવાના મુખ્ય કારણો છે. કોરોના ચેપગ્રસ્ત વ્યક્તિના ડ્રોપલેટ્‌સ હવામાં બે મીટર સુધીની જઈ શકે છે, જ્યારે એયરોસોલ તે ડ્રોપલેટ્‌સને ૧૦ મીટર સુધી લઇ જઈ શકે છે અને ચેપનું જાેખમ લાવી શકે છે. ચેપગ્રસ્ત વ્યક્તિ પણ, જેમાં કોઈ લક્ષણો નથી, તે ‘વાયરલ લોડ’ બનાવવા માટે પૂરતા ડ્રોપલેટ્‌સ છોડી શકે છે, જે ઘણા લોકોને ચેપ લગાવે છે. આનો અર્થ એ કે હવે ૧૦ મીટરનું અંતર પણ કોરોનાથી બચવા માટે પૂરતું નથી.

વૈજ્ઞાનિક સલાહકાર ઓફિસ અનુસાર, ચેપગ્રસ્ત વ્યક્તિના શ્વાસ બહાર કાઢતા, બોલતા,હસતા, ખાંસી અને છીંક આવવાથી વાયરસ લાળ અને અનુનાસિક સ્ત્રાવથી મુક્ત થાય છે, જે અન્યને પણ ચેપ લગાડે છે. તેથી, ચેપની આ સાંકળને તોડવા માટે, કોવિડ માન્ય વર્તણૂકનું પાલન કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. માસ્ક પહેરો, સુરક્ષિત શારીરિક અંતર જાળવો અને હાથ ધોવો. નિષ્ણાતોના મતે ચેપગ્રસ્ત વ્યક્તિને લક્ષણો બતાવવામાં બે અઠવાડિયા લાગે છે, તે દરમિયાન તેઓ અન્ય લોકોને પણ ચેપ લગાવી શકે છે. આ સિવાય કેટલાક લોકો લક્ષણો બતાવતા નથી, તેમ છતાં તેઓ વાયરસ ફેલાવી શકે છે.

સરકારની નવી માર્ગદર્શિકા અનુસાર બંધ અને બિન-વેન્ટિલેટેડ ઇનડોર જગ્યાઓ પર ડ્રોપલેટ્‌સ અને એયરોસોલ, કોરોના વાયરસના ફેલાવાના જાેખમને મોટા પ્રમાણમાં વધારે છે. જાે કે, નિષ્ણાતો હંમેશા કહે છે કે વેન્ટિલેશનવાળી જગ્યાઓ અને બહારના વિસ્તારોમાં ચેપનું જાેખમ ઓછું છે.

આ માર્ગદર્શિકામાં લોકોને વારંવાર સંપર્કમાં રહેતી સપાટીઓની વારંવાર અને નિયમિત સફાઇ કરવાની હાકલ કરવામાં આવી છે. તેમાં ડોર હેન્ડલ, લાઇટ સ્વીચ, ટેબલ, ખુરશી વગેરે શામેલ છે. તેમને બ્લીચ અને ફિનાઇલ વગેરેથી સાફ કરવાની ભલામણ કરવામાં આવે છે. માર્ગદર્શિકા અનુસાર, વાયરસ કાચ, પ્લાસ્ટિક અને સ્ટેનલેસ સ્ટીલ પર લાંબા સમય સુધી જીવંત રહે છે. તેથી, આ વસ્તુઓની નિયમિત સફાઇ કરવી જરૂરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.