હવામાન વિભાગની રાજ્યમાં આગામી ૫ દિવસ વરસાદની આગાહી
અમદાવાદ: રાજ્યમાં અષાઢી બીજના અવસરથી ચોમાસું ઓળઘોળ થયુ છે ત્યારે હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં માં આગામી પાંચ દિવસ વરસાદ વરસશે હવામાન વિભાગની આગાહી મુજબ આ આગાહી મુજબ આગામી પાંચ દિવસ રાજ્યમાં વરસાદ વરસશે જેમાંથી આવતીકાલે કેટલાક જિલ્લામાં ભારે વરસાદ વરસશે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ રાજ્યમાં આગામી પાંચ દિવસ દરમિયાન અમદાવાદ શહેર વરસાદની શક્યતા નહિવત્ત છે.
જ્યારે આવતીકાલે રાજ્યના બનાસકાંઠા, અરવલ્લી, મહીસાગર જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે. હવામાન વિભાગના ગુજરાતના ડાયરેક્ટર જયંત સરકારે જણાવ્યું કે સાઉથ ગુજરાતમાં એક સાયક્લોનિક સર્ક્યૂલેશન સક્રિય થયું છે જેના કારણે સૌરાષ્ટ્રમાં વરસાદની શક્યતા છે. જ્યારે બીજા દિવસ ઉત્તર અને મધ્ય ગુજરાતના કેટલાક ઠેકાણે હળવો વરસાદ વરસશે. દરમિયાન રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં કચ્છ પર મેઘમહેર થઈ છે. જિલ્લાના માંડવીમાં સાડા ચાર ઈંચ જેટલો વરસાદ પડ્યો છે જ્યારે કચ્છના અન્ય તાલુકામાં મુંદ્રામાં ૫૩ સ્સ્, અબડાસામાં ૩૦ સ્સ્ વરસાદ પડ્યો હતો. રાજ્યના ૧૭ જિલ્લાના ં કુલ ૪૬ તાલુકામાં વરસાદ નોઁધાયો હતો.