હવામાન વિભાગે એક વધુ વાવાઝોડા બુરેવીની જારી કરી
નવીદિલ્હી, દેશમાં એક જયાં આ વર્ષે લોકો મહામારીથી ત્રસ્ત છે ત્યાં ચક્રવર્તી વાવાઝોડાનો સિલસિલો પણ સતત જારી છે કેટલાક દિવસ પહેલા ચક્રવાતી વાવાઝોડુ નિવારે દક્ષિણ રાજયમાં કહેર વર્તાવ્યો હતો અને હજુ તેને પસાર થયાને એક અઠવાડીયુ પણ થયું નથી ત્યાં હવામાન વિભાગે એક વધુ વાવાઝોડાની ચેતવણી જારી કરી છે.
ભારત હવામાન વિજ્ઞાન વિભાગ આઇએમડીના ચક્રવાત ચેતવણી વિભાગે જણાવ્યું છે કે બંગાળની ખાડીમાં ઉચ્ચ દબાણના મંગળવારે મોડી રાતે ચક્રવાતી તોફાનમાં બદલાવાની સંભાવના છે વિભાગે કહ્યું કે તેના ચક્રવાતી બુરેવીના રૂપમાં બે ડિસેમ્બરની સાંજે કે રાતે ત્રિંકોમાલીની નજીક શ્રીલંકાથી પસાર થવાનું પૂર્વાનુમાન છે અને આ દરમિયાન ૭૫થી ૮૫ કિમી પ્રતિ કલાકની ગતિથી હવા ચાલી શકે છે.
વિભાગે કહ્યું છે કે ત્યારબાદ તેના પશ્ચિમ તરફ વધવા અને ત્રણ ડિસેમ્બરની સવારે મન્નારની ખાડી અને નિકટવર્તી કોમોરિન વિસ્તારમાં પહોંચવાની સંભાવના છે ત્યારબાદ તે સંભવત પશ્ચિમ દક્ષિણ પશ્ચિમ તરફ વધશે અને ચાર ડિસેમ્બરની સવારે કન્યાકુમારી અને પમ્બન વચ્ચે દક્ષિણ તમિલનાડુના કિનારાથી પસાર થશે
હવામાન વિભાગે માછીમારોને ચેતવણી આપી છે કે તએ બંગાળની ખાડીના દક્ષિણ પૂર્વમાં દક્ષિણ પશ્ચિમ અને શ્રીલંકાના પૂર્વ કિનારે પસાર ન થાય. આ ઉપરાંત હવમાન વિભાગે ચાર ડિસેમ્બર સુઘી મન્નારની ખાડી દક્ષિણ તમિલનાડુ કેરલ અને શ્રીલંકા આ ઉપરાંત હવામાન વિભાગે કોમોરિન ક્ષેત્ર,મન્નારની ખાડી દક્ષિણ તમિલનાડુ કેરલ અને શ્રીલંકાના પશ્ચિમી કિનારા પર ખતરાની ચેતવણી આપી છે.HS