હવેથી જન્મ અને મૃત્યુના ડેટાને આધાર કાર્ડ સાથે જાેડવામાં આવશે
નવજાત શિશુને એક કામચલાઉ આધાર નંબર અપાશે, બાદમાં તેને બાયોમેટ્રિક ડેટા સાથે અપગ્રેડ કરી દેવાશે
નવી દિલ્હી, આધારનો દુરૂપયોગ અટકાવવા માટે અને તેનો વ્યાપ, સુરક્ષા વધારવા માટે યુઆઈડીએઆઈ (યુઆઈડીએઆઈ)એ તૈયારી કરી લીધી છે. હવેથી કોઈ પણ વ્યક્તિ આધાર કાર્ડનો મિસયુઝ નહીં કરી શકે.
હવેથી જન્મ અને મૃત્યુના ડેટાને આધાર કાર્ડ સાથે જાેડવામાં આવશે. તે માટે યુઆઈડીએઆઈ દ્વારા ટૂંક સમયમાં જ પાયલટ પ્રોગ્રામ શરૂ કરવામાં આવશે.
હવેથી નવજાત શિશુને પણ એક કામચલાઉ આધાર નંબર આપવામાં આવશે તથા બાદમાં તેને બાયોમેટ્રિક ડેટા સાથે અપગ્રેડ કરી દેવામાં આવશે. ઉપરાંત કોઈ વ્યક્તિનું મૃત્યુ થવા પર તેના મૃત્યુની નોંધણીના રેકોર્ડને પણ આધાર સાથે જાેડવામાં આવશે જેથી તે નંબર્સનો મિસયુઝ ન થઈ શકે. ઉલ્લેખનીય છે કે, આધારને વર્ષ ૨૦૧૦માં લોન્ચ કરવામાં આવ્યું હતું તથા દેશની લગભગ તમામ વયસ્ક વસ્તીને તેમાં એનરોલ કરી દેવામાં આવી છે.
એક અધિકારીના કહેવા પ્રમાણે જન્મની સાથે જ આધાર નંબર અલોટ કરવાથી એ સુનિશ્ચિત થઈ શકશે કે બાળક અને પરિવારને સરકારી યોજનાઓનો લાભ મળી રહેશે. તેના દ્વારા કોઈ પણ વ્યક્તિ સામાજીક સુરક્ષાના લાભથી વંચિત નહીં રહે. એ જ રીતે મૃત્યુ અંગેના ડેટાને આધાર સાથે જાેડવાથી ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (ડીબીટી) યોજનાના દુરૂપયોગને રોકી શકાશે. અત્યારે એવા અનેક કેસ સામે આવે છે જેમાં લાભાર્થીના મૃત્યુ બાદ પણ તેના આધારનો ઉપયોગ કરવામાં આવતો હોય.
યુઆઈડીએઆઈ દ્વારા ઝીરો આધાર અલોટ કરવાની પણ યોજના બનાવવામાં આવી છે. તેના લીધે બોગસ આધાર નંબર જનરેટ નહીં થઈ શકે. ઉપરાંત એક વ્યક્તિને એકથી વધારે આધાર નંબર પણ અલોટ નહીં થઈ શકે. ઝીરો આધાર નંબર એવા લોકોને આપવામાં આવે છે જેમના પાસે જન્મ, નિવાસ કે આવકનું કોઈ પ્રમાણ નથી હોતું. તેવા લોકોને આધાર ઈન્ટ્રોડ્યુસ વેરિફાઈડ ઈલેક્ટ્રોનિક સાઈન દ્વારા આધાર ઈકોસિસ્ટમ સાથે ઈન્ટ્રોડ્યુસ કરાવવામાં આવે છે.SS2KP