Western Times News

Gujarati News

હવેથી પરીક્ષા ક્યારે આપવી તે વિદ્યાર્થી નક્કી કરશે!

પ્રતિકાત્મક

સુરત: જાે બધું ઠીક રહ્યું તો, વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ દર મહિને પરીક્ષા આપી શકશે. આ દરમિયાન વીએનએસજીયુના સિન્ડિકેટ અને એકેડેમિક કાઉન્સિલે નવી ‘ઓન ડિમાન્ડ એક્ઝામ સિસ્ટમની પદ્ધતિ તૈયાર કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. જાે આ હકીકતમાં બદલાયું તો, વીએનએસજીયુ દેશમાં આવી સિસ્ટમને મંજૂરી આપવાનો યૂનિક રેકોર્ડ સર્જશે, જેના માટેની તૈયારીઓ પહેલાથી જ શરુ થઈ ગઈ છે. કાર્યપદ્ધતિ નક્કી કરવા માટે વાઈસ-ચાન્સેલર દ્વારા કમિટીની નિમણૂક કરવામાં આવે છે.

આ સિસ્ટમ વિદ્યાર્થીઓને આગામી શૈક્ષણિક સત્ર અથવા કોર્સ અથવા રોજગારી મેળવવામાં ઓછામાં ઓછા નવ મહિના બચાવવામાં નક્કી કરશે. શરુઆતના તબક્કામાં, સિસ્ટમ ફક્ત તે જ વિદ્યાર્થીઓ માટે લાવવામાં આવી રહી છે, જેઓ પરીક્ષામાં નાપાસ થયા છે. ઓડીઈ જાે કે, રેગ્યુલર વિદ્યાર્થીઓ માટે લાભદાયી નહીં હોય.

દરેક કોર્સ જરૂરી સમયની આવશ્યકતા મુજબ કોઈ વિદ્યાર્થી અભ્યાસક્રમનો સમયગાળો પૂરો થાય તે પહેલા પરીક્ષા આપી શકતો નથી. અગાઉ, જે વિદ્યાર્થીઓ નાપાસ થતાં હતા તેમણે આગામી સેમેસ્ટરની પરીક્ષા આપવા માટે ઓછામાં ઓછા છ મહિના અને પરિણામની જાહેરાત બાદ એક મહિનાની રાહ જાેવી પડતી હતી. જાે વિદ્યાર્થી ફરીથી નાપાસ થાય તો, તે આગામી સેમેસ્ટરની પરીક્ષા આપી શકે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.