Western Times News

Gujarati News

હવેથી મુસાફરો વિમાનમાં પણ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી શકશે

પ્રતિકાત્મક

નવીદિલ્હી: વિમાન ક્ષેત્રમાં મુસાફરોને હવે વધુ એક સુવિધા મળશે. જો તમને વિમાનમાં મુસાફરી દરમિયાન કંટાળો આવે છે તો હવે તમે બહુ ઝડપથી ફેસબુક, ટિ્‌વટર જેવી તમામ સુવિધાનો લાભ ઉઠાવી શકશો. સરકારે ભારતમાં ઉડાણ દરમિયાન વિમાનમાં વાઇફાયસેવા પૂરી પાડવા અંગે એરલાઇન કંપનીઓને મંજૂરી આપી દીધી છે.


કેન્દ્ર સરકારે ભારતમાં સંચાલિત એરલાઇન્સોને ઉડાણ દરમિયાન મુસાફરોને વાઈફાઈની સેવા પૂરી પાડવા અંગે મંજૂરી આપી દીધી છે. એક અધિકારિક જાહેરનામામાં આ માહિતી આપવામાં આવી છે. જાહેરનામામાં કહેવામાં આવ્યું છે કે ઉડાણ દરમિયાન લેપટોપ, સ્માર્ટફોન, ટેબલેટ, સ્માર્ટવાચ, ઇ-રીડર કે પછી અન્ય ઉપકરણો ફ્‌લાઇટ માડ અથવા એરોપ્લેન માડ પર હોય તો પાયલટ વિમાનમાં સવાર મુસાફરોને વાઈફાઈના માધ્યમથી ઇન્ટરનેટનો ઉપયોગ કરી શકશે

આ પહેલા શુક્રવારે વિસ્તારાના સીઈઓ લેસ્લી થંગે એવરેટમાં પ્રથમ બોઇંગ ૭૮૭-૯ની ડિલીવરી લેવાના પ્રસંગે પત્રકારોને કહ્યું હતું કે આ ભારતમાં ઉડાણ દરમિયાન વાઈફાઈ ઉપલબ્ધ કરાવનાર પ્રથમ વિમાન હશે. જયારે ગત મહીને ટાટા સમૂહની કંપની નેલ્કો અને પૈનાસોનિક એવિયોનિકસ કોર્પોરેશને ભારતીય વિમાન વિસ્તારમાં ઉડયન દરમિયાન બ્રૌડબૈંડ સેવા ઉપલબ્ધ કરાવવ માટે ભાગીદારીની જાહેરાત કરી હતી ત્યારે કહેવામાં આવ્યું હતું

કે વિસ્તારા એયરલાઇન્સની સાથે આ સેવાની શરૂઆત કરવામા આવશે એ યાદ રહે કે વિસ્તારા ટાટા સમૂહ અને સિંગાપુર એયરલાઇન્સની સંયુકત કંપની છે. આ સંદર્ભમાં નેલ્કોના પ્રબંધ નિર્દેશક અને મુખ્ય કાર્યકારી અધિકારી સીઇઓ પી જે નાથે કહ્યું કે અમે એ બતાવી ઉત્સાહિત છે કે નેલ્કો દેશા ંલાંબા સમયથી પ્રતીક્ષિત ઉડયન બ્રૌડબેંડ સેવાઓની શરૂઆત કરી રહી છે વિસ્તારા આ સેવાનથી જાડાયેલ પહેલી વિમાનન કંપની છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.