હવે અજય દેવગનની તાનાજી ફિલ્મ ૧૦ જાન્યુઆરીએ રજૂ
મુંબઇ,અજય દેવગનની ફિલ્મ તાનાજી ધ અનસંગ વોરિયરને લઇને હાલમાં ચારેબાજુ ચર્ચા જાવા મળી રહી છે. દેવગનની તાનાજી ઉપરાંત સાત ફિલ્મો પર કામ ચાલી રહ્યુ છે. તાનાજી ફિલ્મ ૧૦મી જાન્યુઆરીના દિવસે રજૂ કરવામાં આવશે. જેમાં સેફ અને કાજોલ પણ કામ કરી રહ્યા છે. ગયા વર્ષે પોતાના ટ્વીટર હેન્ડલથી અજય દેવગને આ ફિલ્મના સંબંધમાં માહિતી આપી હતી. પહેલા સલમાન ખાનની ભૂમિકા અંગે વાત હતી. આ સંબંધમાં ફિલ્મના નિર્માતા નિર્દેશકો તરફથી કોઇ ખુલાસો કરવામાં આવ્યો નથી કેટલાક દિવસ પહેલા એવા સમાચાર આવી રહ્યા હતા કે તાનાજી ધ અનસંગ વોરિયરમાં છત્રપતિ શિવાજી મહારાજની ભૂમિકા સેફ અલી ખાન કરનાર છે. પરંતુ હવે મુંબઇના એક અખબારે કહ્યુ છે કે સેફ અલી ખાન પોતે કહી ચુક્યો છે કે તે આ ફિલ્મના હિસ્સા તરીકે તો છે પરંતુ તે શિવાજીના રોલમાં નથી.રિપોર્ટ પર વિશ્વાસ કરવામાં આવે તો સેફ અલી ખાન ફિલ્મમાં રાજપુત યોદ્ધા ઉદયભાન રાઠોડની ભૂમિકા અદા કરનાર છે.
જે મોગલ બાદશાહ ઔરંગજેવના કિલ્લાની સુરક્ષા કરતો હતો. આ સંબંધમાં વિગત આપવામાં આવી નથી પરંતુ જો આ સાચી બાબત સાબિત થશે તો અજય દેવગન અને સલમાન ખાન ફિલ્મમાં સેફ અલી સાથે લડતા નજરે પડી શકે છે. ઓમ રાવતના નિર્દેશનમાં આ ફિલ્મ બનાવવામાં આવી રહી છે. આ ફિલ્મને આગામી વર્ષે ૨૨મી નવેમ્બરના દિવસે રજૂ કરવાની યોજના તૈયાર કરવામાં આવી હતી. જા કે હવે જાન્યુઆરીમાં ફિલ્મને રજૂ કરવામાં આવનાર છે.અજય દેવગન હાલમાં બોલિવુડમાં સૌથી મોટા સ્ટાર તરીકે છે. તે સલમાન ખાનની સાથે પહેલા પણ રજૂ કરવામાં આવી ચુક્યો છે. સન ઓફ સરદારમાં બંનેની જાડીએ ભારે ધુમ મચાવી હતી. ફિલ્મ સુપરહિટ સાબિત થઇ હતી. સેફ અને અજય દેવગનની ફિલ્મ રોમાંચ સર્જી શકે છે.