હવે અમદાવાદના ફ્લાય ઓવર પર વાહન ચાલકોના હાડકા નહી તૂટે
મ્યુનિ. કોર્પોરેશને તમામ બ્રિજ પર જર્કલેસ રોડ બનાવ્યા
(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચોમાસા પહેલા શહેરના તમામ રોડ-રસ્તા રિપેર-રિસરફેશ કરવામાં આવી રહયા છે સાથે સાથે શહેરના તમામ બ્રિજ એક અલગ જ પધ્ધતિથી રિસરફેશ થઈ રહયા છે જેના કારણે બ્રિજ પર વાહન ચાલકોને કોઈપણ પ્રકારના જર્ક આવશે નહીં.
મ્યુનિ. સ્ટેન્ડિગ કમિટિ ચેરમેન દેવાંગ દાણીના જણાવ્યા મુજબ ઈજનેર બ્રીજ પ્રોજેકટ ખાતા દ્વારા અમદાવાદ શહેરમાં આવેલ જુદા જુદા રેલ્વે ઓવરબ્રીજ, રીવર બ્રીજ, ફલાયઓવર બ્રીજના હયાત બ્રીજની કેરેજ-વે વાહનોની મુવમેન્ટથી સમયાંતરે વ્હેરીંગ કોટમાં સરફ્રેજ ઈરોજન થયેલ હોય વ્હીકલની રાઈડીંગ કવોલીટી સુધરે તે હેતુથી હયાત ટોપ સરફેસને મીલીંગ કરી બી.સી.લેવલે રિસરફેસની કામગીરી કરવામાં આવી છે.
સદર કામગીરીના કારણે વાહન ચાલકોને કોઈપણ પ્રકારના જર્ક આવશે નહી. ઈજનેર ખાતા દ્વારા નવો સરદાર બ્રિજ, આંબેડકર બ્રિજ, ચીમન પટેલ બ્રિજ, શિવરંજની ફલાય ઓવર, જીવરાજબ્રિજ, નાથાલાલ ઝઘડિયા બ્રિજ, અને ગુજરાત કોલેજ ફલાય ઓવર બ્રિજ પર આ પધ્ધતિથી કુલ ૪પ૬૯પ ચો.મી.નું કામ કરવામાં આવ્યું છે જેના માટે અંદાજે રૂ.૭ કરોડનો ખર્ચ થયો છે.
આ ઉપરાંત ર૪-રપ માં હયાત બ્રિજોનો સર્વે કરી, હયાત વ્હેરીંગ ટોપ સરફેશ ખરાબ થઈ હોય તેવા બ્રિજ પર પણ આ જ પધ્ધતિથી કામ કરવામાં આવશે. ૭ બ્રિજ પર રિસરફેજ કામગીરી માટે રૂ.૬.૯૦ કરોડનો ખર્ચ થયો છે. મ્યુનિ. રોડ પ્રોજેકટ વિભાગ દ્વારા ૧૬ એપ્રિલથી રર એપ્રિલ સુધી અલગ અલગ ઝોનમાં પેચવર્કના કામ પણ કરવામાં આવ્યા છે
જેમાં મધ્યઝોનમાં ૧૯૪ પેપરની મદદથી ૪૬૮ પેચ, ઉત્તર ઝોનમાં ૧ર૧ પેચ, દક્ષિણ ઝોન-ર૦૭, પશ્ચિમ ઝોન-રપ, દ.પ.ઝોન-ર૩૮ અને ઉ.પ.માં પ૩ પેચના કામ કરવામાં આવ્યા છે. મ્યુનિ. કોર્પોરેશન દ્વારા અત્યાર સુધી કુલ ર૧૧૩૮ પેચ તથા પેવરના કામો પૂર્ણ કરવામાં આવ્યા છે.