Western Times News

Gujarati News

હવે અમૂલ ડેરી દ્વારા કેમલ મિલ્ક પાવડર બજારમાં મુકાશે

અમદાવાદ, સુરત, વડોદરા, ભાવનગર, ગાંધીનગર અને રાજકોટ સહિતના મોટા શહેરોનો સમાવેશ થાય છે
અમદાવાદ,  ચીનના વુહાનથી વિશ્વભરમાં ફેલાયેલા કોરોના વાયરસે ગુજરાતમાં પણ હાહાકાર મચાવ્યો છે. જેમાં ખાસ કરીને અમદાવાદ, સુરત, વડોદરા, ભાવનગર, ગાંધીનગર અને રાજકોટ સહિતના શહેરોનો સમાવેશ થાય છે. કોરોનાનો ચેપ એક વ્યક્તિમાંથી બીજામાં ખૂબ જ ઝડપથી ફેલાય છે. પરંતુ જે વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિ વધારે હોય તેમાં સંક્રમણનું જાેખમ ઓછું હોય છે. જેના કારણે રોગપ્રતિકારક શક્તિ વધારતી વસ્તુઓની માંગ પણ ખૂબ વધી રહી છે. ત્યારે હવે અમૂલ દ્વારા ઊંટડીના દૂધનો પાવડર બજારમાં ઉપલબ્ધ કરવામાં આવશે.

ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનમાં વાઈરસ ચેરમેન પદે નિયુક્ત થયેલા કચ્છ સરહદ ડેરીમે વલમજીભાઈનાા જણાવ્યાનુસાર ઊંટડીના દૂધમાં રહેલા પૌષ્ટિક તત્વો આરોગ્ય માટે જ નહીં પરંતુ જીવલેણ બીમારીઓ ડાયાબીટિઝ અને કેન્સરમાં પણ ખૂબ જ ઉપયોગી હોવાનું સામે આવ્યું છે. શરૂઆતમાં ઊંટડીનું ફ્રેશ મિલ્ક અને ટેટ્રા પેક બજારમાં મૂક્યા બાદ હવે ઊંટડીના દૂધનો પાવડર સહિત વિવિધ બનાવટો માટે કવાયત શરૂ કરવામાં આવી છે. સીનિયર જનરલ મેનેજરના જણાવ્યા મુજબ ઊંટડીના દૂધનો પાવડર પણ સ્પ્રે ડ્રાઈ પ્રોસેથી તૈયાર કરવામાં આવે છે.

અગાઉ કેમલ મિલ્ક ટેટ્રા પેકમાં લોન્ચ કરવામાં આવ્યું હતું. હવે કેમલ મિલ્ક પાવડર કન્ઝ્‌યુમર પેકમાં ઉપલબ્ધ કરવામાં આવશે. જે કોરોના કાળમાં રોગપ્રતિકારક શક્તિ વધારવામાં અસરકારક નીવડશે. જણાવી દઈએ કે, અમૂલ દ્વારા સૌપ્રથમ વાર કેમલ મિલ્ક ચોકલેટ, ફ્રેશ કેમલ મિલ્ક અને બાદમાં ટેટ્રા પેકમાં કેમલ મિલ્ક લોન્ચ કરવામાં આવ્યું હતું. અમૂલ દ્વારા હળદર, તુલસી અને આદુવાળુ દૂધ બજારમાં મૂક્યા બાદ હવે કેમલ મિલ્ક પાવડર બજારમાં મૂકાશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.