હવે આવવા લાગી ભગવાન કૃષ્ણની યાદઃ નરેન્દ્ર મોદી
મોદીએ નામ લીધા વિના અખિલેશ યાદવ પર તાક્યું તીર
(એજન્સી) લખનઉ, સમાજવાદી પાર્ટી (સપા) એ ‘નકલી સમાજવાદી’ ગણાવતા, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે જનતાની આસ્થાની કોઈ ચિંતા નથી, આ લોકોને ભાજપને પુષ્કળ સમર્થન મળતું જાેઇને હવે સપનામાં ભગવાન કૃષ્ણને યાદ કરવાનું શરૂ કર્યું છે.
પીએમ મોદીએ વીડિયો કોન્ફરન્સ દ્વારા મથુરા, બુલંદશહર અને આગ્રાના વિવિધ વિધાનસભા ક્ષેત્રોના ભાજપના ઉમેદવારોના સમર્થનમાં આયોજિત ‘જન ચૌપાલ’ને સંબોધિત કરતા આ વાત કહી હતી.
આ દરમિયાન વડાપ્રધાને સપા પ્રમુખ અખિલેશ યાદવ અને તેમની પાર્ટી પર આકરા પ્રહારો કર્યા અને કહ્યું કે ચૂંટણીઓ જાેઈને કૃષ્ણ ભક્તિનો ઝભ્ભો પહેરનારા લોકો જ્યારે સરકારમાં હતા ત્યારે વૃંદાવન, બરસાના, ગોવર્ધન અને નંદગાંવને ભૂલી ગયા હતા. આજે ભાજપને અપાર સમર્થન જાેઈને આ લોકો હવે સપનામાં ભગવાન કૃષ્ણને યાદ કરી રહ્યા છે.
જણાવી દઈએ કે અખિલેશ યાદવે હાલમાં જ કહ્યું હતું કે ભગવાન કૃષ્ણ રોજ તેમના સપનામાં આવે છે અને કહે છે કે ઉત્તર પ્રદેશમાં સપાની સરકાર બનવા જઈ રહી છે. વડા પ્રધાને કહ્યું કે જે લોકો પહેલા સરકારમાં હતા, તેમને ના તો તમારા લોકોની આસ્થા સાથે મતલબ હતો અને નાતો તમારી જરૂરિયાતો સાથે.
તેમનો એક જ એજન્ડા છે, ઉત્તર પ્રદેશને લૂંટો. તેમને માત્ર સરકાર બનાવવાની ચિંતા છે, એટલે જ આજે તેઓ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને ભાજપ સરકારને પાણી પીને કોસ કરી રહ્યા છે. આ લોકોએ ઉત્તર પ્રદેશમાં જે સ્થિતિ સર્જી છે તે આ નકલી સમાજવાદીઓના કર્મોની પોલ ઉઘાડી પાડીશું.
મોદીએ આરોપ લગાવ્યો હતો કે, અગાઉની સરકારોના શાસનમાં ગુનેગારોના ઇરાદા એટલા મજબૂત હતા કે તેઓ હાઈવે પર વાહનો રોકીને લૂંટી લેતા હતા અને હાઈવે પર મહિલાઓ અને દીકરીઓનું શું થતું હતું, તે બુલંદશહરના લોકો સારી રીતે જાણે છે. તે સમયે, ઉત્તર પ્રદેશમાં ઘરો અને દુકાનો પર ગેરકાયદેસર કબજાે સામાન્ય હતો.