હવે ઇન્દુ કી જવાની ફિલ્મને લઇને કિયારા આશાવાદી છે
મુંબઇ, થોડાક સમય પહેલા જ શાહિદ કપુર સાથે કબીર સિંહ ફિલ્મ કર્યા બાદ ઉલ્લેખનીય સફળતા હાંસલ કરી ચુકેલી કિયારાની બોલબાલા બોલિવુડમાં વધી રહી છે. કબીર સિંહ ફિલ્મમાં તેની એક્ટિંગ કુશળતાની પ્રશંસા થઇ હતી. કિયારા અડવાણએ પોતાની આગામી ફિલ્મ ઇન્દુ કી જવાની ફિલ્મનુ શુટિંગ પૂર્ણ કરવાની તૈયારી કરી લીધી છે. ફિલ્મને પાંચમી જુનના દિવસે રજૂ કરવામાં આવનાર છે. શુટિંગ હવે પૂર્ણ પૂર્ણ થવા આવ્યુ છે.
કિયારાએ પોતાની માહિતી આપતા કહ્યુ છે કે નવી ફિલ્મનુ શુટિંગ શરૂ કરી દેવામાં આવ્યા બાદ શુટિંગને ઝડપથી આગળ વધારી દેવામાં આવ્યુ હતુ. ફિલ્મમાં કિયારા ઇન્દુ ગુપ્તાના રોલમાં નજરે પડનાર છે. જે ગાજિયાબાદની યુવતિના રોલમાં કામ કરી રહી છે. પોતાના રોલના સંબંધમાં માહિતી આપતા કિયારા અડવાણીએ કહ્યુ છે કે ફિલ્મની પટકથા ખુબ રોમાંચક રહેલી છે. કોમેડી ફિલ્મને લઇને તે આશાવાદી છે. ફિલ્મને લઇને તે આશાવાદી છે. કિયારા અડવાણી ભારે આશાવાદી છે.
કિયારા છેલ્લે શાહિદ કપુરની સાથે જાવા મળી હતી. આ ફિલ્મ વર્ષની સૌથી મોટી સુપરહિટ ફિલ્મ પૈકી એક તરીકે સાબિત થઇ ચુકી છે. કિયારાની બોલબાલા હાલમાં બોલિવુડમાં સૌથી વધારે જાવા મળી રહી છે. તેની પાસે અનેક નવી ફિલ્મની ઓફર આવી રહી છે. ફિલ્મની શરૂઆતને લઇને તે ખુબ ખુશ છે. કિયારા એક નવી ફિલ્મમાં અક્ષય કુમાર અને કેટરીના કેફ સાથે પણ નજરે પડનાર છે. કિયારાએ બોલિવુડમાં પોતાની કેરિયરની શરૂઆત નિરાશાજનક રીતે કરી હતી. જો કે હવે તેની કેરિયરમાં નવી તેજી આવી રહી છે. તે તમામ સ્ટાર સાથે કામ કરી રહી છે.