Western Times News

Gujarati News

હવે ઇન્ફ્રાસ્ટકચર વધુ મજબુત કરવા નક્કર પગલાઓ લેવાશે

પ્રતિકાત્મક

ફંડ ઉપલબ્ધ કરાવાશે તો વહેલી તકે પરિણામ સેક્ટરમાં હાંસલ કરી શકાય છે તેવો આયોજકોનો સ્પષ્ટ અભિપ્રાય
નવી દિલ્હી, જેની ઉત્સુકતાપૂર્વક તમામ લોકો રાહ જાઇ રહ્યા છે તે મોદી સરકાર-૨ના બીજા બજેટ પર તમામની નજર કેન્દ્રિત થઇ ગઇ છે.જુદાજુદા ક્ષેત્રો દ્વારા તમામ રજૂઆત કરવામાં આવી ચુકી છે. નાણાંપ્રધાન નિર્મલા સીતારામન બજેટને લઇને ઉત્સુક છે.બજેટમાં આવી Âસ્થતીમાં કોને શુ મળશે તેની ચર્ચા છેડાઇ ગઇ છે.

કેટલાક સેક્ટરને ફાળવણી વધારી દેવામાં આવનાર છે. આગામી બજેટમાં ઇન્ફ્રાસ્ટચરને વેગ આપવાના ભાગરૂપે હાઇવે સેક્ટરની ફાળવણીને ફરી એકવાર વધારી દેવામાં આવે તેવી શક્યતા છે. હાઇવે સેક્ટરની ફાળવણીને વધારી દેવાની માંગ આ મંત્રાલય દ્વારા કરવામાં આવી ચુકી છે.

આયોજકો પણ નક્કરપણે માને છે કે જા ફંડ સરળરીતે ઉપલબબ્ધ રહેશે તો આ સેક્ટરમાં ઝડપી પરિણામ હાંસલ કરી શકાશે. માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય વર્ષ ૮૫૦૦ કિલોમીટરના ટાર્ગેટ સાથે આગળ વધવા માટે ઇચ્છુક છે. હાઇવે સેક્ટરમાં ખાનગી રોકાણની Âસ્થતી નબળી પડી રહી છે ત્યારે સરકાર ઝડપથી આગળ વધવા માટે ઇચ્છુક છે. જા ફંડ સરળરીતે ઉપલબ્ધ બને તો આ સેક્ટર ઝડપથી આગળ વધી શકે છે. મંત્રાલય દ્વારા કહેવામાં આવ્યું છે કે જંગી ફાળવણી કરવા અમે અપીલ કરી ચુક્યા છીએ અને આશા છે કે નાણાં મળશે. માર્ગ પરિવહન પ્રધાન આગામી બે વર્ષ સુધી દરરોજ ૩૦ કિલોમીટર લાંબા માર્ગોનુ નિર્માણ કરવાની યોજના નક્કી કરી ચુક્યા છે.

આ ટાર્ગેટને હાંસલ કરવા માટે સરકારને જંગી ફંડ આપવાની જરૂર રહેશે. સરકાર બજેટમાં ક્યા વિભાગને કેટલી ફાળવણી કરે છે તે બાબત બજેટમાં નક્કી થશે.હાલમાં ગડકરી કહી ચુક્યા છે કે દેશમાં ઇન્ફ્રાસ્ટકચર માળખાને વધુ મજબુત કરવાની કામગીરી સરળ નથી. દેશને વિકાસના માર્ગ પર આગળ લઇ જવા રોડ સેક્ટર મહત્વપૂર્ણ છે. મોદી સરકાર સમગ્ર દેશમાં ઇન્ફ્રાસ્ટકચરની જાળને વધુ વિસ્તૃત કરવા માટે તૈયાર છે.

આવી Âસ્થતીમાં તમામ સંબંધિત ક્ષેત્રો તરફ ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવનાર છે.નિર્મલા સીતારામન આર્થિક મંદીના કારણે હાલમાં અનેક પડકારોનો સામનો કરી રહ્યા છે. તેમની સામે સામાન્ય લોકો અનેતમામ ઉદ્યોગ રાહત આપવા માટે અનેક પડકારો રહેલા છે. તેમને સંતુષ્ટ કરવા માટે કેટલાક પગલા લેવામાં આવી શકે છે. આવકવેરા વર્ગ સાથે જાડાયેલા લોકોને પણ રાહત આપવામાં આવી શકેછે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.