હવે એક ભૂલ પણ વિરાટ કોહલીને ભારે પડશે
આફ્રિકા સામે રમાયેલી 20-20 શ્રેણીમાં મેદાન ઉપર વિરાટ કોહલીના ગેરવર્તૂણૂકભર્યા વર્તનથી આઈસીસીના અધિકારીઓ હવે આક્રમક બન્યાં છે અને કોહલીને સ્પષ્ટ ચેતવણી આપી છે કે હવે પછી આવી એક પણ ભૂલ કરશે તો તેને ભારે પડી શકે છે. ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC)એ ખુબ મોટો ઝાટકો આપ્યો છે. વિરાટ કોહલીને સાઉથ આફ્રિકા વિરૂદ્ધ ત્રીજી ટી-20 મેચ દરમિયાન મેદાન પર દુર્વ્યવહાર માટે ચેતવણી આપી છે.
વિરાટ કોહલીને આ સાથે જ આઇસીસીએ એક ડિમેરિટ પોઇન્ટ પણ આપ્યો છે. ખરેખર કોહલીએ બેંગલુરૂમાં દક્ષિણ આફ્રિકા વિરૂદ્ધ રમાયેલ ત્રીજી ટી-20 મેચ દરમિયાન આફ્રિકન બોલર બ્યૂરેન હેંડ્રિક્સ સાથે બહેસ દરમિયાન ખભો ટકરાયો હતો. તેના પછી સજા તરીકે આઇસીસીએ કોહલીને મેદાન પર દુર્વ્યવહાર માટે તેના અનુશાસનાત્મક રેકોર્ડમાં એક નેગેટિવ પોઇન્ટનો ઉમેરો કર્યો છે. કોહલીની આ હરકત બાદ આઇસીસીએ કોડ ઓફ કંડક્ટ અનુસાર લેવલ-1નો દોષી ઠેરવ્યો છે.
કોહલીને આધિકારિક ચેતવણી પણ આપવામાં આવી છે. આ સાથે જ તેને એક નેગેટિવ અંક પણ આપવામાં આવ્યો છે. સપ્ટેમ્બર 2016માં આઇસીસીએ નવા નિયમોના લાગૂ થયા બાદ આ એવો ત્રીજો મોકો છે જ્યારે કોહલીના રેકોર્ડમાં નેગેટિવ પોઇન્ટ જોડાવામાં આવ્યો છે. ખરેખર રવિવારે રમાયેલ મેચમાં ભારતની ઇનિંગ દરમિયાન વિરાટ કોહલી બ્યૂરેન હેંડ્રિક્સના બોલ પર રન માટે દોડી રહ્યો હતો, ત્યારે જ હેંડ્રિક્સ તેના રસ્તામાં આવી ગયો. આ પર વિરાટે હેંડ્રિક્સને પાછો ધકેલતા કિનારા પર કરી દીધો હતો.
ભારતીય કેપ્ટને પોતાનો ગુનો સ્વિકારી લીધો છે અને તેને આપવામાં આવેલી સજાને મંજૂર પણ કરી લીધી છે. માટે આ મામલે ઔપચારિક સૂનાવણીની જરૂરીયાત નથી. આ મામલે મેદાન પર હાજર અમ્પાયરોએ નીતિન મેનન અને સીકે નંદન સિવાય ત્રીજા અમ્પાયર અનિલ ચૌધરી અને ચોથા અમ્પાયર ચેટ્ટીહોડી શમુશુદ્દીને આરોપ લગાવ્યા હતાં.