હવે એક વર્ષ નોકરી કરી હશે તો પણ ગ્રેચ્યુઈટી મળશે
નવી દિલ્હી, દેશમાં સંગઠિત અને અસંગઠિત ક્ષેત્રના કમદારોને સુવિધાઓ આપવા માટેના નવા શ્રમિક બિલને રાજ્યસભામાં મંજૂરી મળી ગઈ છે.આ કાયદાથી નોકરીયાત લોકોને ફાયદો થશે. પહેલા નોકરી કરનારાઓને ગ્રેચ્યુઈટી માટે એક કંપનીમા ઓછામાં ઓછુ પાંચ વર્ષ કામ કરવુ પડતુ હતુ.નવા નિયમ પ્રમાણે કોન્ટ્રાક્ટ પર કામ કરનારાઓન પણ પગારની સાથે સાથે એક વર્ષ જો નોકરી કરી હશે તો પણ ગ્રેજ્યુઈટીનો લાભ મળશે.
ગેચ્યુઈટી કંપની દ્વારા કર્મચારીઓને અપાતો ફાયદો છે.જેની મહત્તમ મર્યાદા 20 લાખ રુપિયા હોય છે.જો કોઈ એક કર્મચારીએ કોઈ એક કંપનીમાં 20 વર્ષ કામ કર્યુ હોય અને તેનો મહત્તમ પગાર 60000 રુપિયા હોય તો તેને 26 વડે ભાગવામાં આવે છે.કારણકે ગ્રેચ્યુઈટી માટે 26 દિવસ કામના માનવામાં આવે છે.આમ આ રકમ 2307 રુપિયા થાય છે.હવે નોકરીના કુલ વર્ષનો 15 થી ગુણાકાર કરવાનો હોય છે.કારણકે વર્ષમાં 15 દિવસના આધારે ગ્રેચ્યુઈટીની ગણતરી થાય છે.આમ આ સમયગાળો 300 દિવસનો થાય છે.જેને 2307થી ગુણવામાં આવે એટલે ગ્રેચ્યુઈટીની રકમ 6.92 લાખ જેવી થાય છે.