Western Times News

Gujarati News

હવે H1B વિઝા ધારકના પત્નિઓને થયેલી મોટી રાહત

નવી દિલ્હી  : અમેરિકામાં કામ કરવાથી એચ-વનબી વિઝા ધારકોના  પત્નિ ઉપર પ્રતિબંધ મુકવાના ઉદ્દેશ્ય સાથે ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા મોકલવામાં આવેલી દરખાસ્ત હાલમાં અમલી બને તેવી શક્યતા ઓછી દેખાઈ રહી છે. આનો મતલબ એ થયો કે, હજારો ભારતીય નાગરિકોને આના કારણે સીધીરીતે ફાયદો થઇ શકે છે. ભારતીય નાગરિકોની સાથે સાથે કર્મચારીઓને કામ માટે અમેરિકા મોકલનાર ટેકનોલોજી કંપનીઓને આના લીધે સીધો ફાયદો થશે.

અમેરિકામાં કામ કરવાથી એચ-વનબી વિઝા ધારકોના પત્નિને રોકવાના હેતુસર મોકલવામાં આવેલી ટ્રમ્પ વહીવટીતંત્રની દરખાસ્ત આગામી વર્ષ સુધી અમલી બને તેમ દેખાઈ રહી નથી. અમેરિકી ન્યાય વિભાગે અમેરિકન કોર્ટમાં કહ્યું હતું કે, ૨૦૨૦ અથવા તો માર્ચ અને જૂન વચ્ચે આગામી વર્ષનો સમય આના માટે નક્કી કરવામાં આવ્યો છે. નિયમોને અમલી કરવાને લઇને ભારે સસ્પેન્સની સ્થિતિરહેલી છે. આનો મતલબ એ થયો કે, એચ-વનબી વિઝા ધારકોની પત્નિઓને વધારે સમય સુધી કામ કરવાની તક મળશે. ૨૦૧૫માં એચ-૪ એમ્પ્લોઇઝમેન્ટ ઓથોરાઇઝેશન ડોક્યુમેન્ટ (ઈએડી) લાગૂ કરવામાં આવ્યા હતા.

૨૦૧૭માં પ્રતિબંધ માટેની દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી. હાલની સ્થિતિ  એ છે કે, ૨૦૨૦ સુધી આ દરખાસ્ત સમીક્ષા હેઠળ રહેનાર છે. તમામ લોકો જાણે છે કે, ૧૨૦૦૦૦ વિઝા પૈકીના ૯૦ ટકાથી વધુ વિઝા ભારતીયો માટે જારી કરવામાં આવે છે. આનાથી ભારતીયોને મોટો ફાયદો થઇ શકે છે.

અગાઉ સાફ શબ્દોમાં જણાવવામાં આવ્યું હતું કે, સુરક્ષાના કારણોસર પણ કેટલાક નિર્ણય લેવામાં આવી રહ્યા છે. આઈટી વર્કરોના એક જૂથ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીઓ પર સુનાવણી કરતી વેળા આ અંગેની રજૂઆત અમેરિકાના વિભાગ દ્વારા કરવામાં આવી હતી. આઈટી વર્કરોએ એવો દાવો કર્યો હતો કે, સાઉથમ્ટ કેલિફોર્નિયા એડિશનમાં તેમને બદલી નાંખવામાં આવે છે.

એચ-વનબી વિઝા ઉપર અમેરિકા પહોંચેલા લોકોને બહાર કરવા માટે કેટલીક રણનીતિ અપનાવવામાં આવી છે. બીજી બાજુ ફરિયાદીઓએ એમ પણ કહ્યું હતું કે, માઇગ્રેશન મારફતે આવેલા લોકોને તક આપી દેવામાં આવી છે. કામ કરવા વૈધાનિક મંજુરી લીધી હોવા છતાં જાબ માર્કેટમાં લોકલ અેન્જિનિયરો  સાથે તેમને સ્પર્ધા કરવાની ફરજ પડી રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.