હવે કંદોઈ ૧ જૂનથી નહીં વેચી શકે વાસી મીઠાઈ!
નવીદિલ્હી, સરકારે સ્થાનિક મીઠાઈ વેચતી દુકાનો પર મળતી ખાવા-પીવાના સામાનની ક્વોલિટીમાં સુધાર લાવવા માટે નવા નિયમ લાગુ કરવાનો નિર્ણય કર્યો છે. ૧ જૂન ૨૦૨૦ બાદથી સ્થાનિક મીઠાઈની દુકાનદારોએ પણ પરાત અને ડબ્બાઓમાં વેચવા માટે રાખેલી મીઠાઈ માટે નિર્માણની તારીખ તથા ઉપયોગ માટેની અંતિમ તારીખ જેવી જાણકારી પ્રદર્શિત કરવાની રહેશે. સરકારે કેમ ઉઠાવ્યું આ પગલું? – એફએસએસએઆઈ એટલે કે ભારતીય ખાદ્ય સુરક્ષા અને માનક પ્રાધિકરણ એ સામાન્ય લોકોના સ્વાસ્થ્યના ખતરાને જોતાં અખા પગલું ઉઠાવ્યું છે.વપરાશકર્તાઓને વાસી કે ખાવાની અવધિ સમાપ્ત થયા બાદ પણ મીઠાઈઓના વેચાણની સૂચના મળ્યા બાદ આ સંબંધમાં એક નિર્દેશ જાહેર કરવામાં આવ્યો છે.
પ્રાધિકરણના આદેશમાં કહેવામાં આવ્યું છે કે, સાર્વજનિક હિતમાં અને ખાદ્ય સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે અવું નિયત કરવામાં આવ્યું છે કે ખુલી વેચાતી મીઠાઈઓના મામલામાં વેચાણ માટે રાખવામં આવતી મીઠાઈના કન્ટેનર કે ટ્રે પર નિર્માણની તારીખ અને ઉપયોગની અવધિ જેવી જાણકારીઓને પ્રદર્શિત કરવાની રહેશે.આ આદેશ ૧ જૂન ૨૦૨૦થી પ્રભાવિત થશે. આદેશ અનુસાર રાજ્યોના ખાદ્ય સુરક્ષા આયુક્તોને આ નિર્દેશોનું પાલન સુનિશ્ચિત કરવા માટે કહેવામાં આવ્યું છે.